છત્તીસગઢ- રન વે પર હેલિકોપ્ટર થયું ક્રેશ બે પાયલોટ ના થયા દુઃખદ અવસાન. હેલિહોપ્ટર નો નીકળી ગયો કુરચો. જુઓ ફોટા.
છત્તીસગઢ રાજ્ય માંથી એક હચમચાવી દે તેવી ઘટના આવી છે. છત્તીસગઢ ની રાજધાની રાયપુર માં એક હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં બે પાયલોટ ના નિધન થય ચુક્યા છે. રાયપુર ના એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદ તે બન્ને નું નિધન થઈ ગયું હતું. રાયપુર ના એરપોર્ટ પર હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે આ ઘટના બની હતી.
એરપોર્ટ તરફ થી જાણકારી મળી કે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે રનવે ના છેલ્લા ભાગે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં બે પાયલોટ કેપ્ટન પંડા અને બીજાં એક પાયલોટ કેપ્ટન શ્રીવાસ્તવ ને ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદ બન્ને નું નિધન થયું હતું. પરિવાર ને આની સૂચના આપવામાં આવી હતી.
વધુમાં જાણવા મળ્યું કે રાજ્ય સરકાર ના ઉપયોગ માટે નું આ હેલિકોપ્ટર હતું. બન્ને પાયલોટ ટ્રેનિ પાયલોટ હતા. હેલિકોપ્ટર ક્રેશ થતા તેનો કુરચો બોલી ગયો હતો. અને તેના સ્પેરપાર્ટ વેરવિખેર થઈ ગયા હતા. રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેશ બઘલે આ બાબતે દુઃખ પ્રગટ કર્યું હતું.
બન્ને પાયલોટો ને શ્રધાજલી આપતા કહ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થતા પાયલોટ ના મોત થયા ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે અને તેમના પરિવાર ને દુઃખ ના સમયે હોસલો આપે. બન્ને પાયલોટો ના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી હતી.