પોતાની ટેસ્ટ ડેબ્યુ માં શ્રેયસ અય્યરે કરી બતાવ્યું એવું કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહિ હોઈ ધોની અને વિરાટ પણ……..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ માં ક્રિકેટ ને કેટલું પસંદ કરવામાં આવે છે જેના કારણે લોકો તેને જોવાનું અને રમવાનું પણ ઘણું પસંદ કરે છે. દેશ માં ક્રિકેટ ને લઈને ઘણો જ અલગ માહોલ છે જયારે પણ રમત રમવાની વાત આવે તો સૌ કોઈ ની પહેલી પસંદ ક્રિકેટ જ હોઈ છે. જેની પાછળ નું કારણ આ મજેદાર ગેમ છે. આ રમત ફક્ત ભારત જ નહિ પરંતુ સમગ્ર દુનિયા માં લોકો વચ્ચે ઘણું લોક પ્રિય છે. જેના કારણે લોકો ના આવા પ્રેમ ના કારણે ક્રિકેટ ના અલગ અલગ ફોર્મેટ પણ જોવા મળે છે કે જેના દ્વારા લોકો આનંદ લે છે.
આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટ ના એક ફોર્મેટ પૈકી ટેસ્ટ ક્રિકેટ એક છે. અને હાલ આવી ટેસ્ટ ક્રિકેટ ભારત અને નુઝીલેન્ડ વચ્ચે ચાલી રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં શ્રેયસ અય્યર દ્વારા ઘણો જ સારો દેખાવ કરવામાં આવ્યો છે અને તેમની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. તો ચાલો આપણે આ બાબત વિશે વધુ માહિતી મેળવીએ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત અને નુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ શ્રેણી રમવાની છે જે પૈકી પહેલી રમત કાનપુર ના ગ્રીન પાર્ક સ્ટેડિયમ માં રમાઈ છે. જો કે તમને જાણવી દઈએ કે આ ટેસ્ટ રમત માં ભારત ની ટિમ ના કેપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ મેચમાં આરામ પર છે.
જેના કારણે આ મેચ ની કપ્તાની હાલ અજીન્કીય રહાણે ને સોંપવામાં આવી છે. વળી વિરાટ કોહલી ની રજા ના કારણે આજ વખતે આ ટેસ્ટ મેચ માં ભારત ના એક સારા એવા બોલર પૈકી એક શ્રેયસ અય્યર ને રમત રમવાનો મોકો આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મેચ ના માધ્યમ થી શ્રેયસ અય્યર ને ટેસ્ટ મેચ માં ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. જો કે તેમણે પોતાન પોતાના પર મુકેલા આ વિશ્વાસ ને ઘણી સારી રીતે નિભાવ્યો અને પોતાની એક મજબૂત રમત આપી ને ખાસ પ્રકારનો રેકોર્ડ પણ પોતાના નામ કર્યો.
તમને જણાવી દઈએ કે આ રમત માં તેમણે પોતાના દમખમ વડે એક સારી એવી રમત નો નજારો પેશ કર્યો અને 171 બોલ માં તેમણે સદી ફટકારી ને 105 રાનનો રેકોર્ડ સ્થાપિત કર્યો. તેમના આ રનોમાં 2 છક્કા અને 13 ચોક્કા નો સમાવેશ થાય છે. તેમની આવી શાનદાર રમત ના કારણે તેઓ ભારત તરફથી ટેસ્ટ મેચમાં સદી બનાવનાર 16 માં ભારતીય ખિલાડી બની ગયા છે. તમને જણાવી દઈએ કે સૌ પ્રથમ ડેબ્યુ ટેસ્ટ માં સદી બનાવનાર ખેલાડી લાલા અમરનાથ છે. આ ઉપરાંત પોતાની ડેબ્યુ ટેસ્ટ માં સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી શિખર ધવન છે. તેમણે પોતાની ડેબ્યુ ટેસ્ટ રમત માં 187 રન કર્યા હતા. અને આ રમત વર્ષ 2013 માં ઓસ્ટ્રેલિયા સામે હતી.
તમને જણાવી દઈએ કે ભારત ના હિટ મેન અને રનોની મશીન તરીકે ઓળખાતા રોહિત શર્મા પણ ટેસ્ટ ડેબ્યુ માં સદી ફટકારી ચૂકયા છે આ ઉપરાંત વીરેન્દ્ર સહેવાગ પણ સદી બનાવી હતી. આમ શ્રેયસ અય્યર ઘર આંગણે સદી બનાવવાના મામલામાં 10 માં ખિલાડી બન્યા છે. તમને જણાવ્યું તેમ પહેલી ટેસ્ટ માં વિરાટ કોહલી આરામ પર છે. જેના કારણે શ્રેયસ અય્યર ને ટિમ માં સ્થાન મળ્યું જો કે બીજી ટેસ્ટથી વિરાટ ફરી વખત કેપ્ટન તરીકે રમત માં પાછા ફરશે.
તમને જાણવી દઈએ કે શ્રેયસ અય્યરે ઘરેલુ રમત માં ઘણા રન બનાવ્યા છે. તેમણે 52 ની એવરેજથી 4592 રન બનાયા છે. જેમાં તેમની 12 સદીઓ નો પણ સમાવેશ થાય છે. જો વાત આજ વખતની ટેસ્ટ રમત અંગે કરીએ તો આ ટેસ્ટ માં કેપ્ટન રહાણે એ ટોસ જીત્યા પછી બેટિંગ નો નિર્ણય લીધો જોકે ટીમની 145 રનમાં જ 4 વિકેટો પડી ગઈ હતી. જેના કારણે પાંચમા નંબર પર આવ્યા શ્રેયસ અય્યર અને તેમણે ધુંવાધાર બેટિંગ દ્વારા સદી ફટકારી.