ક્રિકેટર અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે આ તારીખે કરશે લગ્ન જીવન ની શરૂઆત ! જુઓ ખાસ તસવીરો.
આપણા દેશમાં બે વર્ગ ખાસ કરીને ચર્ચાનો વિષય રહે છે. એક છે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર અને બીજો છે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી. બંને વર્ગ એવો વર્ગ છે કે અવારનવાર ચર્ચામાં આવતો હોય છે. હાલ તો ભારતમાં લગ્નની સિઝન શરૂ છે એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ લગ્ન કરવામાં પાછળ પડતા નથી.
જાણવા મળ્યું કે આગામી 26 જાન્યુઆરીના રોજ ભારતીય ક્રિકેટ ટીમના સ્પીનર બોલર અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ક્રિકેટર અક્ષર પટેલ દ્વારા હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અહેવાલો અનુસાર જાણવા મળ્યું કે અક્ષર પટેલ અને મેહા પટેલ 26 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. અહેવાલો મુજબ જાણવા મળ્યું કે અક્ષર પટેલ ના લગ્નની લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી છે.
આમ ક્રિકેટર અક્ષર પટેલ પણ હવે લગ્ન ના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંને સોશિયલ મીડિયા ઉપર ખાસ એવા એક્ટિવ રહે છે અને બંને ની તસ્વીરો પણ અવારનવાર શેર કરતા રહે છે. બને વચ્ચે ખાસ એવું બોન્ડિંગ જોવા મળે છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ના બેટ્સમેન કે.એલ.રાહુલ પણ અભિનેતા સુનિલ શેટ્ટી ની દીકરી સાથે ટૂંક સમય માં લગ્ન કરી શકે છે.
અક્ષર પટેલે હાલ માં ક્રિકેટ માંથી લગ્ન ના કારણે બ્રેક લીધેલ છે. ભારત માં હાલ લગ્ન ની સીઝન પુરજોશ માં ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખુબ જ વ્યસ્ત જોવા મળે છે. અક્ષર પટેલે થોડા સમય પહેલા જ મેહા પટેલ સાથે સગાઈ કરી હતી. જેની કેટલીય તસવીરો વાયરલ થયેલ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!