Gujarat

સાઈકલ પર સાડીઓ વેચવાથી માંડી દુનિયાના સૌથી અમીર લીસ્ટ આવ વાની ગૌતમ અદાણી ની સફર ! જુઓ ક્યારેય ના જોયેલી તસ્વીરો

Spread the love

આજકાલ ગૌતમ અદાણીચર્ચામાં છે કારણ કે અમેરિકન રિસર્ચ ફોર્મ હિંડોનવર્ગ રિસર્ચ રિપોર્ટના અહેવાલે અદાણીના બિઝનેસને હચમચાવી નાખ્યો છે. આજે અદાણી ગ્રુપ સતત ખોટમાં જઈ રહ્યું છે. એક વાત યાદ રાખજો અદાણી એ કોઈ નાનું નામ નથી જે પવનના ઝાપટાથી ઉડી જશે, પરંતુ તેણે પોતાની મહેનત અને સમર્પણના આધારે અબજો ડોલરનો બિઝનેસ ઉભો કર્યો છે.તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીએ અહીં સુધી પહોંચવા અનેક ગણી મહેનત કરી છે.એક સમય હતો જ્યારે ગૌતમ અદાણી તેમના પિતા સાથે ઘરે ઘરે સાઇકલ લઇને સાડીઓ વેચતા હતા.આજે અબજોની સંપત્તિ છે, આ સફળતાની યાત્રા વિષે જાણીએ,

ગૌતમ અદાણીમો જન્મ ૨૪ જૂન ૧૯૬૨ના રોજ ગુજરાતમાં પિતા શાંતિલાલ અને માતા શાંતા અદાણીને ત્યાં જૈન પરિવારમાં થયો હતો. તેઓ ૭ ભાઈ-બહેન હતા અને તેમના માતા પિતા ઉત્તર ગુજરાતના થરાદથી અમદાવાદ આવીને વસ્યાં હતા.તેમનું પ્રાથમિક શિક્ષણ શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, અમદાવાદ ખાતે થયું હતું.

તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં વાણિજ્ય વિષયમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોલેજના બીજા વર્ષ દરમિયાન જ અભ્યાસ અધૂરો છોડ્યો હતો. અદાણી વ્યાપાર માટે ઉત્સુક હતા પરંતુ તેમની રુચિ પિતાના કાપડ ઉદ્યોગમાં નહોતી.


આપણે ત્યાં એવું કહેવાય છે ને કે, દીકરો બાપની પેઢી જ સંભાળે પરતું ગૌતમ ને કંઈક અલગ કરવું હતું.અદાણી ૧૯૭૮માં કિશોરવયે મુંબઈમાં સ્થળાંતરીત થયા. ત્યાં તેઓ મહેન્દ્ર બ્રધર્સ નામની પેઢીમાં હીરા ઉદ્યોગના કામમાં જોડાયા. આ પેઢીમાં ૨-૩ વર્ષ કામ કર્યા બાદ ઝવેરી બજાર, મુંબઈમાં પોતાની એક હીરા બ્રોકરેજ પેઢી સ્થાપી૧૯૮૧માં તેમના મોટાભાઈ મનસુખભાઈ અદાણીએ અમદાવાદ ખાતે એક પ્લાસ્ટીક એકમની સ્થાપના કરી.


વ્યવસ્થાપનની જવાબદારી માટે તેઓ મુંબઈ છોડી અમદાવાદ પરત ફર્યા. પોલીવિનાઇલ ક્લોરાઈડની આયાતના આ ઉદ્યોગ સાહસે અદાણી માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારના દરવાજા ખોલી નાખ્યા.૧૯૮૮માં તેમણે અદાણી એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના કરી. જે હાલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ તરીકે ઓળખાય છે. મૂળ આ કંપની કૃષિ અને ઊર્જા પેદાશો સાથે સંકળાયેલી હતી.

૧૯૯૫માં તેમણે સૌ પ્રથમ બંદરગાહની સ્થાપના કરી. હાલ આ કંપની દેશની સૌથી મોટી મલ્ટી પોર્ટ ઓપરેટર કંપની છે. મુંદ્રા એ દેશનું સૌથી મોટુ ખાનગી ક્ષેત્રનું બંદર છે. જેની ક્ષમતા પ્રતિ વર્ષ લગભગ ૨૧૦ મિલિયન ટન કાર્ગો સંભાળવાની છે. આજે આ કંપની ૭૦૫૦ હજાર ડોલરની કિંમત ધરાવે છે અને સૌથી ધનિકોની યાદીમાં મોખરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *