કુપ્રથા! આ વિસ્તાર માં દિકરી ના લગ્ન પોતાના જ પિતા સાથે કરવામાં આવે છે કારણ કે પિતાને…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે લગ્નને ઘણો પવિત્ર સંબંધ માનવામાં આવે છે. લગ્ન એ બે વ્યક્તિ નહીં પરંતુ બે આત્મા નું મિલન છે. લગ્ન બાદ પતિ પત્ની કાયમ માટે એક બીજા ના સુખ દુઃખ ના ભાગીદાર થઈ જાય છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક ધર્મ જાતિ માં લગ્નને લઈને અલગ અલગ અનેક માન્યતા છે. જે પૈકી અમુક સારી બાબતો છે તો અમુક કુપ્રથા પણ છે.
આપણે અહીં આવીજ એક કુપ્રથા વિશે વાત કરવાની છે કે જેણે જાણીને તમે હેરાન રહી જાસો. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પિતા પુત્રી નો સંબંધ ઘણો પવિત્ર માનવામાં આવે છે દરેક પુત્રી માટે તેના પિતા ભગવાન સમાન હોઈ છે. આપણા દેશમાં તો દીકરી ને દેવી ની જેમ પૂજવામાં આવે છે દિકરી પ્રત્યે ખરાબ વિચાર લાવવા પણ પિતા માટે પાપ છે.
પરંતુ આપણે અહીં એક એવી પ્રથા વિસે વાત કરવાની છે કે જ્યાં દીકરી ના લગ્ન પિતા સાથે કરાવવામાં આવે છે. આ કુપ્રથા બાંગ્લાદેશમાં રહેતી મંડી જનજાતિમાં છોકરીઓના લગ્ન તેમના પિતા સાથે જ કરવામાં આવે છે. આ પ્રથાને લઈને અહીંની એક મહિલા કે જેમનું નામ ઓરોલા છે તેમણે ચોકાવનારા ખુલાસો કર્યો છે.
ઓરોલા ના જણાવ્યા અનુસાર તેઓ ઘણા નાના હતા કે જ્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પિતાના અવશાન બાદ ઓરોલાની માતાના નોટેન નામના એક વ્યક્તિ સાથે લગ્ન કરાવ્વામા આવ્યા. નોટેન ને લઈને ઓરોલા હંમેશા વિચારતી હતી કે તે કેટલા સારા છે. જો કે ઓરોલા ને તેના બીજા પિતા પસંદ હતા.
આ બાબત ને લઈને ઓરોલા કહે છે કે જ્યારે તે યુવાન થઈ ત્યારે તેને ખબર પડી કે તેના બીજા પિતા નોટેન જ તેના પતિ છે. આ અંગે સાંભળીને ઓરોલાને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહી છે, પરંતુ તે સાચું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર 3 વર્ષની હતા ત્યારે તેમના લગ્ન પિતા સાથે થયા હતા. આમ ઓરોલાના પિતા જ તેમના પતિ હતા. જો કે આ અહેવાલ થોડો જૂનો છે, પરંતુ આજે પણ આ પ્રથા પ્રચલિત છે.
સૌજન્ય:- અંગ્રેજી વેબસાઇટ ધ ગાર્ડિયન