Entertainment

આ 9 વર્ષ ની છોકરી કરે છે એવી એક્ટિંગ જે દયાભાભી ને પણ ટક્કર આપે, જોવો વિડીયો….

Spread the love

મિત્રો આપણે સૌ મનોરંજન ને ઘણું જ પસંદ કરીએ છીએ. જ્યારે પણ વ્યક્તિ પોતાના કામમાંથી થાકી ગયો હોઈ કે તે કંટાળી ગયો હોઈ ત્યારે તે પોતાની મનગમતી વસ્તુઓ કરે તો તેને ઘણોજ આનંદ મળે છે. મનોરંજન પણ તેમાંથી એક છે તેમાં પણ લોકો કોમેડી ને વધુ પસંદ કરે છે જોકે આવા તણાવ વાળા સમયમાં કોઈને હસાવવું એ પણ એક પ્રકારે પુણ્ય નું જ કામ છે.

અને આવું પુણ્ય નું કામ ઘણા સમય થી એક ધારાવાહિક કરે છે જે વર્ષોથી લોકોમાં ઘણોજ લોક પ્રિય છે. જો વાત કોમેડી ની કરીએ તો મગજ માં સૌથી પહેલું નામ એક જ કાર્યક્રમ નું આવે છે જેનું નામ “તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં” છે આ કાર્યક્રમ વર્ષો થી લોકોને હસાવવાનું કામ કરે છે અને આજે પણ તેની લોકપ્રિયતા ઘણી છે. આ કાર્યક્રમ માં જોવા મળતી ગોકુલધામ સોસાયટી હાલ ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણીજ લોક પ્રિય છે.

 

જો વાત તેમાં કામ કરતા કલાકારો વિશે કરીએ તો આ દરેક કલાકારો ઘણાજ ફેમસ છે તેમની વ્યક્તિગત લોક ચાહના પણ ઘણીજ છે, તેવામાં પણ આ શોના લીડ એટલેકે દયા બેન અને જેઠા ભાઈ તો વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે. તેમના એકટિંગ ના દીવાના બધેજ જોવા મળશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એટલેકે લગભગ 4 વર્ષથી આ સિરિયલ માં દયા બહેન જોવા મળ્યા નથી. જેને કારણે લોકો તેમને ઘણાજ યાદ કરે છે.

તેમાં પણ હાલમાં નવરાત્રી પુરી થઇ અને સૌ કોઈ આ નવરાત્રીમાં દયા બહેનના ગરબા ઘણા યાદ કાર્ય. તેવામાં સોશિલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાની બાળકી દયા બહેનની એકટિંગ કરતી જોવા મળી રહી છે. અને તેની એકટિંગ અને એક્સપ્રેસન હૂબહૂ દયા બહેન જેવાજ છે. જેને કારણે તેની આ એકટિંગનો વિડિઓ સોશિલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

 

તમને જણાવી દઈએ કે વિડિઓ માં જોવા મળતી છોકરી એ માત્ર 9 વર્ષનિ જ છે કે જેનું નામ સુમન પુરી છે. સુમન પંજાબમાં રહે છે તેણે સોશિલ મીડિયા પર પોતાનો એક વિડિઓ મુક્યો હતો જેમાં તે દયા બહેન જેવી જ એકટિંગ કરે છે જેને કારણે તેનો આ વિડિઓ સોશિલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો છે લોકો તેને છોટી દયા કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *