cid ફેમ દયા એ કરાવ્યું માથા માં હેર ટ્રાન્સપ્લાન્ટ તેણે લોકો ને આપી આની સચોટ માહિતી કે કેટલું છે ફાયદાકારક,,જાણો.
અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેને માથાના વાળ ખરવાની અનેક સમસ્યાઓ થતી હોય છે. ક્યારેક ક્યારેક એટલા બધા માથાના વાળ ખરી જતા હોય છે કે તેને માથા ઉપર ટાલ પણ પડી જતી હોય છે. સોની ચેનલ ઉપર cid નામની જે સિરીયલ આવતી હતી. તેમાં આવતા કલાકાર દયા ખૂબ જ ફેમસ હતા. દયાનું સાચું નામ દયાનંદ શેટ્ટી છે. દયાનંદ શેટ્ટીની વાત કરવામાં આવે તો દયાનંદ શેટ્ટી હાલમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.
આ બાબતે દયાનંદ શેટી એ લોકોને સચોટ માહિતી આપી હતી. દયાનંદ શેટ્ટીએ આ બાબતે કહ્યું કે તેને શું શું તકલીફો પડે છે. કારણ કે જે લોકોને વાળ ખરવાની સમસ્યાઓ હોય છે. તેના કારણે ઘણા લોકો આ પ્રક્રિયા કરાવતા હોય છે અને ઘણા લોકોને મનમાં ડર હોય છે કે એ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સાથે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ દયાનંદે આ બાબતે સચોટ માહિતી લોકોને આપી હતી અને તેને કઈ કઈ મુસીબતો થઈ રહી છે તે જણાવ્યું હતું.
દયાનંદ શેટ્ટી એટલે કે દયા કહે છે કે શરૂઆતમાં લોકો તેને ડરાવતા હતા કે તેને હેર ટ્રાન્સપ્લાટ કરાવતા ની સાથે ઘણી બધી તકલીફો થશે, દુખાવો થશે, સોજો આવશે પરંતુ તેઓ જણાવે છે કે તેને કોઈપણ જાતનું સોજો આવ્યો નથી. એ ટ્રાન્સપ્લાન્ટ ના ત્રણ ચાર દિવસ પછી તેને પાપણ પાસે થોડો સોજો આવી ગયો હતો. પરંતુ ચહેરામાં કોઈ સોજો આવ્યો નથી. તેને જણાવ્યું કે એ ટ્રાન્સપ્લાન્ટ ના 20 દિવસ થઈ ગયા પરંતુ તેને કોઈ એવી ગંભીર ઇફેક્ટ જોવા મળતી નથી.
તેને જણાવ્યું કે શરૂઆતમાં થોડો દુખાવો હતો. હવે દુખાવો પણ થોડો ઓછો થઈ ચૂક્યો છે. તેઓ જણાવે છે કે તેને દવાઓ અને પેનકિલર્સ લેવાનું પણ બંધ કરી દીધું છે. તે જણાવે છે કે અમુક વાર માથામાં થોડો દુખાવો થઈ જાય છે અને કહે છે કે જો કોઈ વસ્તુ માથા ઉપર અચાનક અડી જાય તો એકદમ થી દુખાવો થઈ જાય છે. પરંતુ તે પ્રક્રિયા બે ત્રણ મહિનામાં સામાન્ય થઈ જશે અને તેને જણાવ્યું કે તેને માથા ઉપર વાળ ઉગવાની પણ શરૂઆત થઈ ચુક્યા છે. કારણ કે દયાનંદ શેટ્ટીને પણ માથાના વાળ ખરી જતા હતા આથી તેને આ આખી પ્રક્રિયા ડોક્ટર પાસે કરાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!