Gujarat

2-લાખ ની સામે 18-લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો નું પેટ ભરાતું ન હતું અંતે કંટાળી આ યુવકે કર્યું એવું કે…

Spread the love

ગુજરાત માં રોજબરોજ આપઘાત ના કિસ્સાઓ બનતા જ રહે છે. ગુજરાત માં કેટલાક શહેરો માં વ્યાજખોરો નો આંતક વધતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત માંથી અવારનવાર વ્યાજખોર ના હપ્તા ના કારણે લોકો ના આપઘાત ના કેસો સામે આવ્યા જ કરે છે. સ્માર્ટ સીટી અમદાવાદ પણ એમાંથી પાછળ રહેતું નથી. આ કિસ્સો સાંભળતા હચમચી જશે. કારણ કે મૃતકે વ્યાજ નો ધંધો કરનાર પાસેથી માત્ર 2-લાખ લીધા હતા. સામેં તેણે 18-લાખ જેટલી મોટી રકમ ચૂકવી હતી. છતાં બન્યું એવું કે…

અમદાવાદ માં રહેતા મૃતક રાજુભાઈ બેલદારે બે વ્યાજખોરો પાસેથી વ્યાજે 2-લાખ રૂપિયા લીધા હતા. 2-લાખ મુદ્દલ ની સામે મૃતકે 18-લાખ ચૂકવ્યા હતા. એટલા બધા વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરો નું પેટ ભરાતું ન હતું. તે લોકો મૃતક ને વારમ્વાર વ્યાજ નું માંગણી કરતા હતા અને ધમકીઓ આપતા હતા. અંતે મૃતકે કંટાળી ને ઝેરી દવા ઘટઘટાવી ને આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક ની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે ચિરાગ સાગર અને ગૌરાંગ ઉર્ફે મેલ્યો પટેલ નામના બે યવ્યાજખોરો ના ત્રાસ નો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ વ્યાજખોરો ની એક ધમકી ભરી ઓડિયો કલીપ મૃતક ના મોબાઈલ ફોન માંથી મળી આવી હતી. આ બધી વિગતો પરિવાર ના લોકો એ પોલીસ ને સોંપી હતી.

અસલાલી પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક ના પરિવારે જલ્દી થી આરોપી ને પકડવાની અને ન્યાય ની માંગણી કરી હતી. પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ નો ગુનો આરોપી સામે નોંધ્યો હતો. દિવસે ને દિવસે આવા અનેક વ્યાજખોરો પોલીસ ના ડર વગર મોટી મોટી રકમો નું વ્યાજ લોકો પાસેથી ઉઘરાવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *