પ્રખ્યાત લોકસાહિત્યકાર એવા દેવાયત ખવડે ખરીદી આ મોંઘીદાટ મર્સીડીઝ કાર ! જુઓ તેમની આ ખાસ તસવીરો
ગુજરાતના દેવાયત ખવડ વિશે તો તમે સૌ કોઈ જાણતા જ હશો. દેવાયત ખવડ ગુજરાતના એક પ્રખ્યાત લોકસાહિત્યકાર માનવામાં આવે છે. તેઓના પ્રોગ્રામ જ્યા પણ હોય છે ત્યાં લોકો ભારે સંખ્યામાં એકઠા થઇને તેઓના લોકસાહિત્ય ઉઠાવતા હોય છે. એવામાં તમને ખબર હશે કે હજી થોડા સમય પેહલા જ દેવાયત ખવડ આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યા હતા.
એક વિવાદને લીધે દેવાયત ખવડને થોડા સમયનો ભોગવો પડ્યો હતો જે બાદ જામીન પર તેઓ છૂટી ગયા હતા. જામીન પર છૂટયા બાદ તેઓએ માતાજીના દર્શન કરી ફરી પોતાના પ્રોગ્રામો શરૂ કર્યા. લોકસાહિત્ય કાર દેવાયત ખવડની લાઇફસ્ટાઇલ વિશે જો વાત કરવામાં આવે તો તેઓ ખુબ સુખી જીવન જીવે છે. આલીશાન ઘરમાં રહે છે તેમ જ તેમની પાસે અનેક સારી સારી કારો પણ રહેલી છે.
એવામાં હાલ પ્રખ્યાત લોકસાહિત્ય કાર દેવાયત ખવડે પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો તથા વિડીયો શેર કર્યા હતા જેના માધ્યમથી તેઓ જણાવી રહ્યા હતા કે તેઓએ નવી કાર ખરીદી છે. તસવીરોમાં જોઈ શકો છો કે આ કાર કોઈ જેવી તેવી કાર નહીં પણ મર્સીડીઝ બેન્ઝ કાર છે જે ખુબ મોંઘી આવે છે. કલાકારે કાર ખરીદતા દરેક લોકોએ દેવાયત ખવડને શુભેછાઓ પાઠવી હતી.
વર્તમાન સમયમાં આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વધારે વાયરલ થઇ રહી છે અને લોકોને પણ ખુબ પસંદ આવી રહી છે. તમે જોઈ શકો છો કે કાળા રંગની આ કાર લુકમાં તો જોરદાર છે જ તે પરંતુ તેની સાથો સાથ અનેક ફીચર્સમાં પણ ખુબ અદભુત માનવામાં આવી રહી છે.
લોકસાહિત્યકાર દેવાયત ખવડે આ તસવીરો શેર કરીને કેપશનમાં માં સોનલ કૃપા તથા મોગલ કૃપા લખીને માના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. દેવાયત ખવડ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની અનેક એવી તસવીરો શેર કરતા જ રહે છે જે તેમના ચાહકોને ખુબ વધારે પસંદ પણ આવતી હોય છે.