મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણી આસ્થાવાન છે જેના કારણે વ્યક્તિ અનેક વસ્તુઓ પર ઘણી આસાનીથી વિશ્વાસ કરી લે છે. આવી બાબતો પૈકી વ્યક્તિ ભગવાનની અને ધાર્મિક માન્યતાને લઈને તરત જ અન્યના વિશ્વાસમાં આવી છે. પરંતુ અમુક લોકો માનવીના આ ભોળા સ્વભાવ અને તેની લાગણીઓ ની સાથે રમત કરે છે અને ખોટા ઢોંગ કરીને અન્યને શોષણ કરે છે. જેનાથી ભગવાનના ખોટા નામે પોતાની જરૂરિયાત સંતોષે છે.
હાલમાં આવો જ બનાવ સામે આવ્યો છે કે જ્યાં છેલ્લા ઘણા સમયથી ઢબુડી માં તરીકે જાણીતા બનેલા વ્યક્તિ ફરી એક વખત વિવાદમાં ફસાઈ ગયા છે. જો આ આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ અને તેમના પરિવાર પર જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ દ્વારા ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ અને તેની પત્ની અને પુત્ર તેમજ સેવક સુરેશ પટેલ સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે આ માહિતી સામે આવતા જ લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. જો વાત ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ વિશે કરીએ તો જમીન પચાવી પાડવાને લઈને સરગાસણ શ્રીરંગ પાર્ક સોસાયટી ના નિવાસી મિલનકુમાર વિષ્ણુભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા તેમણે જણાવ્યું હતું કે તેમણે રાંધેજા ગામની રીસર્વે નંબર 1934 અને 1936 વાળી જમીન કે જેમની માલિકી મહેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ ની છે તેમની પાસેથી આ જમીન ખરીદવા અંગે સોદો થયો હતો. આ સોદા ને લઈને નોટીસ પણ ઈસ્યુ થઇ હતી. આ ઉપરાંત 1934 સર્વે વાળી જમીનનો 28.25 લાખ રૂપિયા નક્કી કરીને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત 1936 સર્વે વાળી જમીનનો 13 લાખમાં સોદો નક્કી કરી દસ્તાવેજ કરીને આ બાબત અંગે ની નોંધ પડાવતાં સુરેશભાઈ રતિલાલ પટેલ દ્વારા બાના ચીઠ્ઠી રજૂ કરવામાં આવે છે. જો કે હવે સુરેશભાઈ પટેલની સર્વે નં.1935ની જમીન તેમજ રીસર્વે નંબર 1934 અને 1936 વાળા કંપાઉન્ડ વોલ કરીને ઢબુડી મા ઉર્ફે ધનજી નારણભાઈ ઓડ અને તેના પુત્ર વીપુલભાઈ ધનજીભાઈ ઓડ, પત્ની પવનબેન ધનજીભાઈ ઓડ દ્વારા આ જમીન પર ફુલબાઈ માતાજીનું મંદિર બનાવીને જમીન પચાવી પાડવાની વાત સામે આવતા પોલીસ ફરિયાદ થઇ હતી. જો કે હાલમાં ઢબુડી માતા તેમના પરિવાર સાથે તપાશથી બચવા કંઈક છુપાઈ ગયા હોઈ તેવું લાગે છે.