કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા પટેલ પરિવાર માટે તેમના ગામમાં સોમવારે શોક સભા યોજાશે જેમાં…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણા દેશમાં વસતા લોકો નોકરી ની સારી તકો કે સારું જીવન જીવવા માટે વિદેશ જવાનો મોહ રાખે છે આપણે જાણીએ છીએ કે ઘણા એવા લોકો છે કે જેમણે કાયમ માટે પોતાના ઘર પરિવાર કે ગામને છોડી દીધા છે અને હંમેશ માટે વિદેશમાં જ વસવાટ કરવા ચાલ્યા ગયા છે. જો કે હાલમાં લોકોની વિદેશ તરફ દોડવાની આંધળી દોડ ના કારણે તેમને ઘણી મુશ્કેલીઓ પણ પડી જાય છે.
આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિ એક દેશ માંથી બીજા દેશમાં જઈ શકે છે આ માટે તેણે અમુક કાયદાકીય વિધિ નું પાલન કરવાનું હોઈ છે જે બાદ જે તે દેશની સરકાર આવા વ્યક્તિઓ ને સામેથી જ પોતાના દેશમાં પ્રવેશવા માટે અનુમતિ આપે છે. પરંતુ અમુક લોકો આવી કાયદાકીય વિધિ માંથી પસાર થવાને બદલે ગેર કાયદેસર રીતે અન્ય દેશની સીમમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે જોકે આ બાબત યોગ્ય નથી.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ આવી એક ઘટના સામે આવી હતી કે જ્યાં કેનેડા અને અમેરિકાની બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરવાના ચક્કરમાં માઈનસ 35 ડિગ્રી હિમ વર્ષા ને કારણે ગુજરાત નો એક પટેલ પરિવાર મૃત્યુ પામ્યો હતો. જો વાત આ મૃતકો અંગે કરીએ તો તેમાં જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલી, પુત્રી વીહંગા અને પુત્ર ધાર્મિક નો સમાવેશ થાય છે.
જો કે હાલમાં ભારત અને કેનેડા ની સરકાર અને વિવિધ એજન્સીઓ દ્વારા આ બાબત ને લઈને તાપસ ચાલી રહી છે અને માનવ તસ્કરીને લઈને પણ તાપસ થઈ રહી છે. આ તમામ બાબતો વચ્ચે મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પટેલ પરિવારનાં વતન ગાંધીનગરનાં ડીંગુચા ગામે મૃત્યુ પામેલા લોકો માટે સોમવારે સવારે બ્રહ્માણી માતાની વાડીમાં શોકસભા નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઘટના ને લઈને માનવીય પાસું પણ જોવા મળ્યું છે મળતી માહિતી અનુસાર કેનેડામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા પટેલ પરિવારને 66 હજાર ડોલરનો ફાળો પણ એકઠો કરી મોકલી આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
જો વાત ડીંગુચા ગામ વિશે કરીએ તો જણાવી દઈએ કે આ ગામમાં 7 હજારની વસતી છે. જે પૈકી 3200થી 3300 જેટલા લોકો હાલમાં વિદેશમાં વસેલા છે. જે પૈકી મોટા ભાગના લોકો અમેરિકા, કેનેડા કે બ્રિટનના દેશોમાં છે. જોકે વિદેશમાં વસતા છતાં પણ તેઓનો પોતાના ગામ પ્રેત્યે અતૂટ પ્રેમ છે વિદેશ જઈને વસેલા ગામના લોકો જ આ ગામના વિકાસમાં ફાળો આપતા રહે છે. જેના કારણે હાલમાં આ પાકા રોડ, બે મોટી શાળાઓ, હોસ્પિટલ્સ, કમ્યુનિટી હોલ અને બેંકો જોવા મળે છે.