ધોલેરા- ભયંકર અકસ્માત ! ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ત્રણ લોકો…
ગુજરાત માંથી વારંવાર અકસ્માત થવાના બનાવો મોટા પ્રમાણ માં સામે આવ્યા જ કરે છે. હાલમાં જ ડાંગ માં એક બસ ખીણ માં ખાબકતા 2-મહિલાઓ ના મૃત્યુ થયા હતા. સુરત ની ઘણી બધી મહિલાઓ સાપુતારા ના પ્રવાસે ગયા હતા. ત્યાંથી પાછા ફરતા સમયે બસ સાપુતારા ની નજીક ની એક ખીણ માં ખાબકી હતી.
એવામાં જ અમદાવાદ-ભાવનગર રોડ પર થી અકસ્માત થવાનો કિસ્સો ફરી સામે આવ્યો છે. જેમાં ત્રણ વ્યક્તિઓ ના મૃત્યુ નિપજ્યા છે. જયારે ચાર લોકો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ વિગતે જાણવા મળ્યું કે, અમદાવાદ-ભાવનગર હાઇવે પર ના ધોલેરા ના પીપળી ગામ નજીક માં વટામણ રોડ પર એક ઇકો અને એક ટ્રક વચ્ચે ભયંકર અથડામણ થઇ હતી.
ઇકો સવાર માં સવાર ત્રણ લોકો ના મૃત્યુ થયા હતા. જયારે અન્ય ચાર લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા. ઇકો માં સવાર લોકો ભાવનગર ના શિહોર તાલુકા ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રક સામે ઇકો અથડાતા ઇકો કાર ના ફૂરચે કૂર્ચા બોલી ગયા હતા.
આ અકસ્માત ની જાણ પરિવાર ને થતા લોકો માં ભારે શોક ની લાગણી છવાય ગઈ હતી. બનાવ સ્થળ પર ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત માંથી આવા અનેક બનાવો સામે આવ્યા જ કરે છે. ખાસ તો હાલ માં વરસાદી માહોલ ના પગલે પણ ઘણા અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!