ગુજરાતના મૂળ આ ગામના વતની છે સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા!! ફક્ત આટલુ ભણ્યા,આવી રીતે બન્યા કરોડપતિ…
વ્યક્તિ ધારે તો જીવનમાં કંઈપણ હાંસિલ કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે, ગોવિંદભાઈ ધોળકિયા. આજે સુરત શહેરમાં તેઓ ડાયમંડ કિંગથી ઓળખાય છે તેમજ તેમની શ્રી રામ કૃષ્ણ ડાયમંડ કંપની દેશ વિદેશમાં લોકપ્રિય છે, તમે પણ વિચાર કરશો કે ગામડામાં જન્મેલા અને ઓછું ભણેલા ગોવિંદભાઈએ જીવનમાં સફળતા કઈ રીતે મેળવી? ચાલો અમે આપને ગોવિંદભાઈના અંગત જીવન વિષે જણાવીએ.
ગોવિંદભાઈ ધોળકિયાનો જન્મ 1949 માં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં થયો હતો.તેમનો પરિવાર મધ્યમ વર્ગીય હતો અને ઘરમાં સાત ભાઈ-બહેન હતા. બે બહેન અને પાંચ ભાઈઓ પૈકી ગોવિંદભાઈ ચોથા નંબરે હતા, જેથી ઘરની જવાબદારી સંભાળવા માટે વર્ષ 1964 માં ગોવિંદભાઈ ધોળકિયા પોતાના મોટાભાઈ સાથે સુરત આવ્યા હતા ત્યારે તેમની ઉંમર માતર 13 વર્ષ હતી. આ ઉંમરે મહિને 103 રૂપિયામાં હીરા ઘસવાની શરૂઆત કરી.
હીરાનું કામ કર્યા બાદ તેમને પોતાના મિત્રો સાથે પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું અને પોતાની ડાયમંડ કંપની શરૂ કરી. ડાયમંડ ક્ષેત્રમાં ગોવિંદભાઈ 1992ની સાલથી સક્રિય રીતે જોડાયેલા છે અને આજે હીરાનો વેપાર દેશ વિદેશમાં ફેલાયેલ છે તેમજ પોતાના સખાવતી કાર્યોથી વધુ જાણીતા છે. ખાસ કરીને સુરતમાં લોકો તેમને કાકાના હુલામણા નામથી ઓળખે છે.
ભગવાને તેમને અનંતરગણું આપ્યું છે, ત્યારે તેઓ હમેશા બે હાથે સામાજિક અને ધાર્મિક કાર્ય માટે ખૂબ જ દાન કરે છે. તેમણે રામમંદિર નિર્માણ માટે જે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ છે. હાલમાં જ રામમંદિર નિર્માણ નિધિમાં ગોવિંદભાઈ ધોળકિયાએ રુ. 11 કરોડનું દાન કર્યું હતું અને હાલમાં તેઓ પોતાના ગામમાં સોલાર પેનલ લગાવશે.ગોવિંદભાઇ ધોળકીયાનું થોડા સમય પહેલા લિવરનું ઓપરેશ કરાવેલું ત્યારબાદ સ્વસ્થ થતા ગોવિંદભાઇ ધોળકીયાને પોતાના વતન માટે કંઈક કરવાની ઈચ્છા થઈ ત્યારે સમગ્ર પરિવારે અનેક વિચારો રજૂ કર્યા પરંતુ ગોવિંદભાઇને પોતાના વતનના લોકોને કઈક અનોખી ભેટ આપી.
ગોવિંદભાઈ માત્ર 7 ચોપડી ભણ્યા હતા છતાં પણ તેમને પોતાની કોઠાસૂઝ દ્વારા શૂન્યમાંથી સર્જન કર્યું અને આજે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. . ગોવિંદભાઈ હમેશાં કહે છે કે જેટલું માન બીજાને આપશો તેના કરતાં બમણું ભગવાન તમને આપશે. ખરેખર આજે તેઓ સફળ એટલે છે કે, જીવનમાં ભગવાનનું સદાય ભજન કર્યું છે. સાધુ સંતોનો રાજીપો મેળવીને અનેક સદ્દકાર્ય કરીને સફળતા મેળવી છે અને આજે તેનું પરિણામ આપણી સામે છે. તેઓ ધનવાન ભલે બની ગયા પરતું તેમનું જીવન આજે સાદગી ભર્યું છે. પહેલાની પરિસ્થિતિમાં તેમને મજૂરી કામપણ કરેલ આજે ત્યારે આટલા સફળ ધનવાન બન્યા.