કેનેડામાં કરીયાણાનો ભાવ સાંભળીને હોશ ઉંડી જશે! આ ગુજરાતીઓ શું બોલ્યા, જુઓ વિડિયો….
હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. આપણે જાણીએ છે કે ગુજરાતીઓ દેશ વિદશમાં વસી રહ્યા છે અને ત્યાં કમાણી કરીને જીવન ત્યાંની લાઇફ સ્ટાઇલ એન્જોય કરે છે પરંતુ ખરેખર તમને આ વિડીયો જોઇને સમજાય જશે કે ખરેખર તેમનું જીવન કેવું હોય છે.
હાલમાં આ વિડીયો દ્વારા તમને સમજાય જશે કે કેનેડા મળતા કરિયાણા નો ભાવ કેટલો હોય.સોશિયલ મીડિયા પર કેનેડાના મોલમાં મળતી ગ્રોસરીનો વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે ગુજરાતીઓ ગ્રોસરીઓ ખરીદી રહ્યાં છે અને તેઓ વિડીયોમાં લોકોને કેનેડામાં મળતી વસ્તુઓના ભાવ આપણા ઇન્ડિયાના પૈસા પ્રમાણે જણાવે છે.
વિડીયોમાં તમે જોઈ શકશો કે, માત્ર ધાણા , લીંબુ અને મરચાની કિંમત 150 રૂપિયા છે, જ્યારે બાજરા અને જુવારનના લોટની કિંમત પણ પેકેટના 150 રૂપિયા છે તેમજ 500 ગ્રામના સીતાફળના 600 રૂપિયા છે.
View this post on Instagram
પાંચ નંગ મકાઈના 360 રૂપિયા અને 240 રૂપિયામાં વણેલા ગાઠીયા ચટણી સાથે, આ વિડીયોમાં જોઈ શકશો કે તે લોકોએ રૂપિયા 6000 ની ખરીદી કરી. ખરેખર આ વિડીયો જોઈને સમજાય જાય કે, ત્યાંની કમાણી અહીંયા ભલે વધારે હોય પરંતુ કેનેડાના ચલણ સામે આપણા રૂપિયામાં વધારે જ કહેવાય.