પતિ સાથે ડિવોર્સ બાદ ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે આ અભિનેત્રી હાલમાં નવા…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવનમાં મનોરંજન જગત ઘણું મહત્વ ધરાવે છે લોકો મનોરંજન મેળવવા માટે ફિલ્મો અને સિરિયલો જોવી પસંદ કરે છે. લોકોને આવી ફિલ્મો અને તેમના કલાકાર ઘણા પસંદ આવે છે. તેઓ આવા કલાકાર ના અંગત જીવન વિશે જાણવા માંગે છે. આપણે અહીં આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ચર્ચામાં છે.
આપણે અહીં અભિનેતા રાહુલ મહાજનની પૂર્વ પત્ની અને બિગ બોસ ફેમ ડિમ્પી ગાંગુલી વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં તેમના ત્રીજા સંતાન ને લઈને ચર્ચામાં છે. સૌ પ્રથમ જો વાત ડિમ્પી ગાંગુલી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ‘રાહુલ દુલ્હનિયા લે જાયેગા’ નામના રિયાલિટી શો ‘સ્વયંવર’માં રાહુલ મહાજન સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ સમયે તેઓ રાહુલ કરતા દસ વર્ષ નાના હતા. પરંતુ તેમના આ લગ્ન લાંબો સમય ચાલ્યા નહીં અને લગ્નના માત્ર ચાર મહિના બાદ જ ડિમ્પીએ રાહુલ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.
આ વિવાદ બાદ બંને અલગ થઈ ગયા હતા. જણાવી દઈએ કે રાહુલ સાથે ડિવોર્સ પછી ડિમ્પીએ વર્ષ 2015માં રોહિત રોય સાથે લગ્ન કર્યા હતા. તેમના આ લગ્ન સારા ચાલ્યા તેમના સુખી સંસાર તરીકે ડિમ્પી અને રોહિત રોય એક બાળકી અને એક પુત્રના માતા-પિતા પણ છે. આ ઉપરાંત હવે તેઓ ત્રીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
જો વાત ડિમ્પી ગાંગુલી ના કરિયર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ વર્ષ 2010માં સીરીયલ ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના ‘ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ તેઓ અન્ય સિરિયલ જેવી કે ‘ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ‘ ઉપરાંત ‘ બડે અચ્છે લગતે હૈ ‘ અને ‘ સસુરાલ ગેંદા ફૂલ ‘, ‘ નચ બલિયે ‘, ‘ એક હજારો મેં મેરી બેહના હૈ ‘ જેવા અનેક કાર્યક્રમ માં જોવા મળ્યા છે.
જો વાત ડિમ્પી ગાંગુલી ત્રીજી વખત માતા બનવા અંગે કરીએ તો જણાવી દઈએ કે આ અંગે તેમણે ખૂબ જ ક્યૂટ તસવીર પોસ્ટ કરીને માહિતી આપી હતી આ તસ્વીર માં ડિમ્પી તેના બંને બાળકો સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જે ફોટો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે ડિમ્પીની દીકરી રિયાના માતાના બેબી બમ્પને કિસ કરતી જોવા મળી રહી છે.
આ ફોટા ને શેર કરતા તેમણે લખ્યું કે ‘મારા માટે, મેં અનુભવેલ સૌથી વધુ સંતોષકારક અને પરિપૂર્ણ પ્રેમ મારા બાળકો તરફથી છે. તે સ્પષ્ટપણે સ્વાર્થી પરંતુ સંપૂર્ણ નિઃસ્વાર્થ પ્રકારનો, જ્યારે તેઓ મદદ કરી શકતા નથી પરંતુ ફક્ત તમારા સુખી, સૌથી દુઃખી, સૌથી ગુસ્સામાં, નિંદ્રાહીન, સૌથી ઉદાસીન, ભૂખ્યા ક્ષણોમાં તમારા વિશે વિચારે છે અને તમને લગભગ ભગવાન જેવો અનુભવ કરાવે છે. જેઓ તેમની દુનિયાની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે, તે જ છે જે મને દરરોજ એક હેતુ આપે છે, એક વધુ સારી વ્યક્તિ બનવાનો, સૌથી અંધકારમય સમયમાં પણ વિશ્વને આશાવાદી આંખોથી જોવાનો.’
આ ઉપરાંત તેમણે વધુ માં લખ્યું કે દુનિયા મારા વિશે ગમે તે નિર્ણય લે, હું હંમેશા તેની માતા બનીશ. હું આ કેવી રીતે જાણું? કારણ કે હું હજી પણ મારી સાથે એવો જ છું. વિશ્વાસ નથી કરી શકતો કે આ પ્રેમ બહુ જલ્દી ત્રણ ગણો થઈ જશે. તમામ મનોહર છોકરીઓ, માતાઓ, પિતા કે જેઓ માતા છે અને મૂળભૂત રીતે કોઈપણ કે જેઓ જવાબદારીપૂર્વક પ્રેમ આપવા અને પ્રાપ્ત કરવા માટે તેમના હૃદય ખોલવા તૈયાર છે તેમને મધર્સ ડેની શુભેચ્છા.’