મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી ની સગાઈ થતા અંબાણી પરિવાર માં દિવાળી જેવો માહોલ, જુઓ ખાસ તસવીરો.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી કોઈને કોઈ વાતે ચર્ચાનો વિષય રહે છે. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી ની દીકરી ઈશા એ લોસ એન્જલસ માં તેના બે જુડવા બાળકોને જન્મ આપ્યો ત્યારબાદ તેનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી નાના-નાની બની જતા આ ખુશીના મોકા ઉપર મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરમાં મહા ભોજન માટે પહોંચ્યા હતા.
મુકેશ અંબાણી અને તેનો પરિવાર શ્રીનાથજી મંદિરમાં પહોંચતા ત્યાંથી બીજી એક ખુશખબરી સામે આવી હતી. જેમાં મીડિયાના અહેવાલોથી જાણવા મળ્યું કે મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે કરી દીધી છે. રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજી મંદિરમાં અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર સગાઈના સાક્ષી બન્યા હતા.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી નાનપણથી સારા મિત્રો છે. રાધિકા મર્ચન્ટના પરિવારની વાત કરવામાં આવે તો તેનો પરિવાર પણ ગુજરાત સાથે નાતો ધરાવે છે. રાધિકા મર્ચન્ટ ના પિતા વિરેન મર્ચન્ટ મૂળ ગુજરાતના કચ્છના રહેવાસી છે. તેઓ એ ડી એફ લિમિટેડના નોન એક્ઝીકયુટીવ ડાયરેક્ટર હોવાની સાથે એન્કર હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સીઈઓ અને વાઇસ ચેરમેન પણ છે.
વિરેન મર્ચન્ટને બે દીકરીઓ છે રાધિકા મર્ચન્ટ અને અંજલિ મરચંટ અને તેની પત્ની શૈલા કે જે એક બિઝનેસ વુમન હોવાની સાથે એન્કર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર પણ છે. રાધિકા મર્ચન્ટ મર્ચન્ટ ની વાત કરવામાં આવે તો તેને ન્યૂયોર્ક યુનિવર્સિટી માંથી પોતાનું ગ્રેજ્યુએશન કર્યું હતું અને હાલમાં તે ઈસપરા માં જોઈન થઈને ચેરમેન તરીકેની ભૂમિકા ભજવે છે અને લોકો માટે હોલીડે ડે હોમ પણ બનાવે છે.
મુકેશ અંબાણીએ તેના નાના પુત્ર અનંત અંબાણીના ની સગાઈ પણ કરી દેતા હાલમાં અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો છે. કેટલીક તસવીરો પણ સામે આવેલી છે. રાધિકા મર્ચન્ટ એક ક્લાસિકલ ડાન્સર પણ છે. જેનો પ્રોગ્રામ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીના પરિવારમાં હાલમાં દિવાળી જોવા માહોલ છવાઈ ચૂક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!