EntertainmentFeaturedReligious

શ્રાવણ માસ મા મહાદેવ ને પ્રસન્ન કરવા કરજો આ ખાસ કામ ! થઈ જશો માલામાલ….જાણો વિગતે

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી નું પૂજન કરવામાં આવે છે. આમ તો ભગવાન ની પૂજા અર્ચના કરવા માટે ઘણા પ્રકાર ની સામગ્રીઓ ચડાવવામાં આવતી હોય છે. પરંતુ થોડા વિશેષ પારકારના ફૂલ પણ એમને ચડાવવામાં આવતા હોય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર દરેક ભગવાન ને ફૂલ બહુ જ પ્રિય હોય છે.

પરંતુ પુરાણો અને શાસ્ત્રો ની માનવામાં આવે તો થોડા ફૂલો એવા પણ હોય છે કે જે ઘણા ભગવાન ને ચડાવવામાં આવતા નથી. ભગવાન શિવ જી ના શિવલિંગ પર કેતકી, જુહી, કુંદ, શિરીષ, મદંતી, કેવડા, બાહેંડા, કરેણ અને કમળ અર્પિત કરવામાં આવતા નથી. તો આવો જાણીએ કે ભગવાન શીવ ને ક્યાં ક્યાં ફૂલો / પાન અર્પિત કરી શકાય છે.

બિલીપત્ર : ભગવાન શિવ ને બિલીપત્ર અર્પિત કરીને તેમને જલ્દી જ પ્રસન્ન કરવા હોય તો કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર બિલીપત્ર બહગવાન શિવ ની ત્રીજી આંખ નું પ્રતિક ગણાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી ને એક સાથે બિલીપત્ર ચડાવવાથી સુખ સમૃધ્ધિ , ધન , ઐશ્વર્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે.

ભાંગ ના પાંદડા : ભગવાન શિવ સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેર ને પોતાના ગળામાં ધારણ કરીને નીલકંઠ કહેવાયા છે. એવામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને ભાંગ ના છોડ ના પાંદડા એ આવશ્ય ચડાવો, શિવલિંગ પર ભાંગ ના પાંદડા ને ચડાવતી તમારા મન ના વિકારો અને નકારાત્મકતા દૂર થઈ જાય છે.

શમી પત્ર : ભગવાન શિવ ને શમી ના પાન પણ બહુ જ પ્રિય છે, એવામાં જો શ્રાવણ મહિનામાં શિવ લિંગ પર અભિષેક કર્યા બાદ શમી ના પાન ચડાવવામાં આવે તો તેનાથી ભોળાનાથ ની સાથે સાથે શનીદેવ ની પણ કૃપા મળી રહે છે.

દુર્વા : ધાર્મિક માનયતા અનુસાર દુર્વા માં અમૃત નો અંશ હોય છે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશ જી ને દૂર્વા અતિપ્રિય છે. આથી જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને દૂર્વા અર્પિત કરવામાં આવે તો અકાળ મૃત્યુ ના ભય દૂર થઈ જાય છે.

ધતૂરો : શિવપુરાણ અનુસાર શિવજી ને ધતૂરા બહુ જ પ્રિય છે. જો ધતૂરા ના પાનને શિવલિંગ પર અર્પિત કરવામાં આવે તો ભક્તો ના દરેક ખરાબ વિચાર નસ્ટ થઈ જાય છે અને તેમના વિચાર સકારાત્મક થઈ જાય છે.

પીપળના પાન : શાસ્ત્રો અનુસાર પીપલ માં ત્રિદેવો નો વાસ હોય છે. પીપળ ના પાન પર ભગવાન શિવ નો વાસ હોય છે ભગવાન શિવ ને પીપળ ના પાન જો અર્પિત કરવામાં આવે તો ગ્રહો ના દોષ દૂર થઈ જાય છે અને ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આવી જાય છે.

આંકડા : આંકડાના ફૂલ અને પાંદડા બંને જ શિવજીને બહુ જ પ્રિય છે. માનીતા છે કે જે ભક્ત ભગવાન શીવ ને આંકડાના ફૂલ અથવા પાન અર્પિત કરે છે તે ને ભગવાન શિવ દૈહિક, દેવિક અને ભૌતિક દરેક પ્રકાર ના કષ્ટો હારી લે છે.

આંબાના પાન : જો ભગવાન શી ને આંબાના પણ અર્પિત કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃધ્ધિ આવે છે અને ભક્તોનું દુર્ભાગ્ય દૂર થાય છે આ સાથે જ ધન લાભ ની સંભાનાઓ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *