સોશિયલ મીડિયા ઉપર આ લગ્નનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લગ્ન હોય એટલે પંડિત દ્વારા અનેક વિધિઓ કન્યા અને વરરાજા પાસે કરાવવામાં આવતી હોય છે અને ક્યારેક લગ્નમાં પંડિત દ્વારા વરરાજા અને કન્યાને સોગંદ પણ લેવડાવવામાં આવતા હોય છે. એવો જ એક ફની વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પંડિતજી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યારબાદ તો પરિવારના સભ્યો સાથે વરરાજા અને કન્યા પણ હસવાનું રોકી શકતા નથી.
આ રસપ્રદ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્નની વિધિઓ દરમિયાન વર-કન્યા મંડપમાં ધાર્મિક વિધિ કરતા જોવા મળે છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે વરરાજા મંડપમાં ગોળ ગોળ ફર્યા છે. દરમિયાન, લગ્નની પ્રતિજ્ઞા સંભળાવતી વખતે, પંડિતજી વરને કહે છે કે, આજથી કન્યા તમારી ડીપી બની ગઈ છે. પંડિતજીએ આટલું કહેતાં જ વર-કન્યા કશું સમજી શક્યા નહીં અને ડીપીનો અર્થ પૂછે. આના પર પંડિતજી ખૂબ જ મજેદાર રીતે કહે છે કે, ડીપી એટલે ડિસ્પ્લે પિક્ચર, ધર્મ પત્ની નહીં. આ સાંભળીને વર-કન્યા તેમજ ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે લોકોના દિલ જીતી રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ જોઈ રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો (સોશિયલ મીડિયા યુઝર્સ) જોઈ ચૂક્યા છે અને લાઈક કરી ચૂક્યા છે. વિડિયો જોયા પછી, યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં સ્માઈલી અને હાર્ટ ઈમોજીસ પોસ્ટ કરીને તેમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
આમ આવા અનેક લગ્નના વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે. ભારતમાં લગ્નની સિઝન હજુ તો શરૂ નથી થઈ પરંતુ લગ્નના અનેક વિડિયો રોજબરોજ લોકો સમક્ષ આવતા હોય છે અને લોકો આવા વિડિયો જોઈને ખૂબ જ મનોરંજન મેળવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!