ભાવનગરના શિક્ષકે બનાવી E- Bike : GPS વગર વાહનનું લોકેશન તમે જોય શકશો જાણો તેના વિશે….

ભાવનગરઃમન હોય તો માળવે જવાય મતલબ જે ક્ષેત્રના તમને રસ અને રુચિ છે તેવા ક્ષેત્રમાં પગ મુકો એટલે સફળતા જરૂર મળે છે ભાવનગરના બ્રાહ્મણ શિક્ષક યુવક હિમાંશુભાઈએ આર્થિક સંકડામણમાં પોતાની રુચિના ક્ષેત્રમાં રોજગારી શોધી અને આગળ વધી સફળતા મેળવી છે. E-BIKE બનાવ્યા બાદ હવે હિમાંશુભાઈ આગામી દિવસોમાં તેમના મત મુજબ GPS વગર વાહન ક્યાંય પણ હોય તેનું LOCATION કેમ જાણી શકાય તેના માટે મહેનત કરી રહ્યાં છે.

બ્રાહ્મણ શિક્ષક યુવકને લોકોને ઉપયોગી સાઈડ બિઝનેસ શોધ્યો ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં શહેર ફરતી સડક એટલે રિંગ રોડ પાસે આવેલી બરસાના સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ શિક્ષક યુવક ક્રાઈસ્ટ શાળામાં ફરજ બજાવે છે. પરંતુ કોરોના કાળમાં સૌની હાલત જેવી હાલત મધ્યમ વર્ગના વ્યક્તિ જેવી હિમાંશુભાઈ વ્યાસની પણ થઈ છે. પિતાની છત્રછાયા સાત વર્ષ પહેલા ગુમાવી ચૂકેલા હિમાંશુભાઈ તેમની માતા,પત્ની અને બહેન સાથે રહે છે. કોરોનાકાળમાં પગાર અડધો થવાથી આર્થિક સંકડામણ વધી ગઈ અને બીજો કોઈ વ્યવસાયનો આધાર લેવાની ફરજ હિમાંશુભાઈને પડી હતી. આથી તેમણે પોતાની રુચિ અને આવડતવાળા ક્ષેત્રમાં પગલાં માંડ્યા છે.

હિમાંશુભાઈએ શુ બનાવ્યું ભાવનગરના હિમાંશુભાઈ શિક્ષક છે પણ કોરોનાકાળમાં પગાર કપાયા બાદ તેમણે પોતાની કળાને પોતાના મનપસંદ ક્ષેત્રમાં ઉતારી છે હિમાંશુભાઈએ પોતાના પિતાની પડતર બાઈકને ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનું શરૂ કર્યું છે. લીથીયમ આઇઓન (Lithium – ion) બેટરી દ્વારા બાઇક – કાર બનાવવાનો પણ પ્રારંભ કર્યો છે.જો કે હાલમાં હિમાંશુભાઈએ e-bike બનાવી છે.100 રૂપિયા પેટ્રોલના ભાવ સામે ઇલેક્ટ્રિક બાઇક ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. બેટરી ચાર્જ કર્યા બાદ 150 km આરામથી બાઇક ચાલે છે. જૂની કોઈ પણ બાઇકમાં આશરે 25 થી 30 હજાર જેવો ખર્ચ કરવાથી e- bike માં તબદિલ થઈ જાય છે

GPS વગર કાર બાઈકનું location જાણી શકાય તેવી system તરફભાવનગર શહેરમાં હિમાંશુભાઈ સામાન્ય શિક્ષક છે. ખાનગી શાળામાં ફરજ બજાવે છે પણ પોતાની પાસે રહેલી આવડત અને કામ કરવાની ધગશે તેમને આજના દરેક લોકોની જરૂરિયાત એવી e-bike અને e – car માટે પોતાની કોઠાસૂઝ અને શિક્ષણની મદદથી મહેનત કરીને આગળ વધવાની કોશિશ કરી છે. e-bike અને e- car બનાવવા સાથે હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે ટેસ્લા જેવી કંપનીની ઇલેક્ટ્રિક કારમાં GPS વગર કાર ક્યાં છે તે જાણી શકાય છે.

તેવી ટેકનોલોજી તેમના દિમાગમાં છે અને હાલ તેઓ E-BIKE માં ગોઠવવા પ્રયાસ કરી રહ્યા છે. હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા વાહનનું લોકેશન જાણી શકાય છે. હિમાંશુભાઈ એક Circuit બનાવી રહ્યાં છે જે ખાસ Location જાણવા માટે હશે. આમ હિમાંશુભાઈનું માનવું છે કોઈ પણ સ્થિતિમાં મન અડગ રાખીને તમને ગમતાં ક્ષેત્રમાં આગળ વધો તો સફળતા જરૂર મળે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.