દિલ્હીમાં થયો મોટો અકસ્માત એક બહુમાળી ઈમારત માં આગ લાગતા 4 લોકોને જીવ ગુમાવવા પડ્યા અને…..
મિત્રો આપણે અવારનવાર અનેક પ્રકારના અકસ્માત વિશે જોતાં અને સાંભળતા હોઈ એ છીએ. આવા અકસ્માતોમાં ઘણા લોકોને ઈજા થઈ છે. જ્યારે અકસ્માતને કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે. આવા અકસ્માતોમાં રોડ પર થતા વાહન અકસ્માત અથવા અન્ય અકસ્માતો પણ જોવા મળે છે.આપણે એક એવા જ અકસ્માત વિશે વાત કરવાની જેને કારણે ચાર લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ દેશમાં છેલ્લા થોડાક સમયથી બહુમાળી ઇમારતો અને ઘરોમાં આગ લાગવાની ઘટના માં વધારો જોવા મળી રહ્યો છે આવી ઇમારતો અને ઘરમાં આગ લાગવાથી લોકોને જાન અને માલ નું ઘણું જ નુકશાન થાય છે એવામાં દિલ્હીથી એક એવો જ અકસ્માત સામે આવ્યો છે જેમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાથી ચાર લોકો મૃત્યુ પામ્યા છે ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવી.
મળતી માહિતી મુજબ, દિલ્હીના જૂની સીમાપુરી વિસ્તારની જૂની સીમાપુરીમાં મંગળવારે વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નીકળી હતી આવી ભીષણ આગ ના કારણે ચાર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યો અને જેને કારણે તેમના મોત થયા.
જોકે હજુ સુધી પણ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આગ લાગી ત્યારથી ફાયર વિભાગ ની ટીમો અહીં ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું જોકે હાલ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
રાજધાની માં આ આગ ની કોઈ પહેલી ઘટના નથી. પરંતુ આ અગાઉ રવિવારે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના પાલમમાં એક મકાનમાં આગ લાગી હતી. જોકે આ આગ નું કારણ ગેસ સિલિન્ડરમાં લાગેલ આગ ને ગણવામાં આવ્યું હતું આ ઘટનામા કેટલાક લોકો ઘાયલ થયા હતા.જોકે ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટીમ ત્યાં પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. આ પછી પોલીસના અધિકારી ઓ એ ભીના કપડા વડે આગ બુઝાવી હતી અને ત્યાર બાદ પોલીસ દ્વારા અહીં ફસાયેલા 2 બાળકો અને 7 લોકોના જીવ બચાવવા મા આવ્યા હતા.
આ અગાઉ પણ 8 ઓક્ટોબર ના રોજ દિલ્હીના ઓખલા ફેઝ-2 માં આવેલ એક કપાસના ગોડાઉનમાં આગ લાગી હતી જોકે આ આગ પર નિયંત્રણ મેળવવા માટે 18 ફાયર ટેન્કરો મોકલવામાં આવ્યા હતા. આગને કારણે ભારે નુકસાન થયું હતું.