India

ભાવુક વિડીયો ! ગરીબ, નિરાધાર, બેસહારા લોકો ને ભોજન મળતા તે લોકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા…જુઓ વિડીયો.

Spread the love

આપણા સમાજ માં ઘણા લોકો એવા છે કે, જેને બે સમય નું જમવાનું પણ મળતું નથી. ભગવાન ભરોસે જીવન જીવતા હોય છે. પરંતુ, તેની સામે એવા ઘણા લોકો હોય છે કે, જે ગરીબ અને નિરાધાર લોકો ની મદદ કરતા હોય છે. એવા અનેક લોકો ને જોઈ શકી એ છીએ કે, જે અન્ય લોકો ને જીવનજરૂરી બધી જ વસ્તુ આપતા હોય છે. જે લોકો આવા ભૂખ્યા લોકો ની મદદે આવે છે. ભગવાન પણ તેના પર રાજી થતા હોય છે.

રોડ-રસ્તા પર આપણને અનેક આવા લોકો ગમે ત્યાં ભટકતા જોવા મળે છે. કોઈ ફૂટપાથ પર હોય તો કોઈ નદી કે નાળા ના કિનારે લઘર વઘર બેસેલા હોય છે. આવા લોકો ને જયારે અન્ય લોકો મદદ કરે છે ત્યારે ક્યારેક તેવા લોકો ની આંખો માંથી આંસુ નીકળી જતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળે છે.

આ વિડીયો ને ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ હર્ષ ગોએન્કા એ તેના ટ્વીટર હેન્ડલ પર થી શેર કરેલો છે. જેમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો રસ્તા પર બેસેલા હતા. આ સમયે એક યુવાન તેને રાશન થી ભરેલી કીટ આપે છે. જ્યારે આ યુવક આ કીટ મૂકે છે ત્યારે તે લોકો ને ખ્યાલ ન આવવા દીધો કે તે કીટ મૂકે છે. તે માત્ર રાશન કીટ મૂકી ને ચાલ્યો જાય છે. જયારે આ ગરીબ લોકો ને પોતાની પાસે આ રાશન કીટ પડેલી જોવે ત્યારે તે લોકો ના મોઢા પર જે હાવભાવ આવે છે તે ક્યાંય નહીં જોયા હોય..જુઓ વિડીયો.

આ લોકો પોતાની પાસે રાશન ની કીટ જેવી જોવે છે કે, તે લોકો ની આંખો માંથી આંસુ નીકળવા લાગ્યા હતા. રાશન કીટ લેતા આજુબાજુ જોવે છે બાદ માં ભગવાન ને યાદ કરે છે. આ વિડીયો માં એક વિકલાંગ માણસ પણ જોઈ શકાય છે. જે સાઇકલ ના સહારે આટા મારતા હોય છે. આવા અનેક વિડીયો આપણ ને જોવા મળતા હોય છે. આપણને સમાજ માં આવા લોકો ને મદદ કરવાથી ખુબ જ પુણ્ય મળતું હોય છે. ભગવાન પણ રાજી થતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *