વાહ ! મિત્રતા હોઈ તો આવી ! આ વિડીયો જોઈ ને કૃષ્ણ-સુદામા ની યાદ આવી જશે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. લોકો આજના જમાનામાં પોતાનું પેટ ભરવા માટે ગમે એવી કાળી મજૂરી કરતા હોય છે. જેમાં અનેક લોકો ને દિવસ ના અંતે ખાવા ના પૈસા પણ મહામુસીબતે મજૂરી કરીને નીકળતા હોય છે. એવા ઘણા લોકો હજુ પણ જોવા મળે છે કે, પોતાની પાસે ગાડી ન હોવા ના લીધે સાયકલ ચલાવીને કામ કરતા હોય છે. ક્યારેક ક્યારેક અસહ્ય ગરમી માં 40-ડિગ્રી માં પણ સાયકલ ચલાવી ને રસ્તા પર કાળી મજૂરી કરતા જોવા મળે છે.
એવો જ એક વિડીયો હાલ માં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ઝોમેટો ફૂડ ની ડિલિવરી કરતો યુવાન અને એક સ્વિગી માં કામ કરતો યુવાન ની મિત્રતા જોઈ ને તમે પણ ચોકી ઉઠશે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક ઝોમેટો ની હોમ ડિલિવરી કરવા જતો યુવાન પોતાની સાઇકલ પર પાછળ ઝોમેટો નું બોક્સ રાખીને જતો હોય છે.
તેની બાજુ માં એક સ્વિગી માં કામ કરતો યુવાન પોતાની બાઈક લઈને હોમ ડિલિવરી કરવા જતો હોય છે. એવામાં બને મિત્રો ની સાચી મિત્રતા જોઈ શકાય છે , જેમાં સ્વિગી બોય ઝોમેટો વાળા સાઇકલ સવાર નો હાથ પકડી ને તેને ખેંચી ને લઇ જાય છે. જેથી તેને સાઇકલ ના પેન્ડલ ન મારવા પડે. આ બને ની મિત્રતા જોઈ ને તો શ્રી કૃષ્ણ અને સુદામા ની યાદ આવી જાય છે. સોનાની નગરી નો રાજા સુદામા ને જોતા જ ભેટી પડે છે. એવો આ વિડીયો છે…જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો આ બને મિત્રો ની એકબીજા પ્રત્યે ની લાગણી જોઈ ને ખુબ જ વખાણ કરી રહ્યં છે. આ વિડીયો લોકો ખુબ જ જોઈ રહ્યા છે. હજારો લોકો અત્યાર સુધીમાં જોઈ લીધૉ છે. આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જેમાંથી આપણને ખુબ જ શીખવા મળતું હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.