દિવાળી આવી રહી છે તો છોકરાઓને ફટાકડા જાતે ફોડવા દેતા પહેલા થાજો સાવધાન નહીતો થશે આ બાળક જેવો હાલ કે જે…….

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવાળીનો સમય હવે ઘણોજ નજીક છે. લોકો દિવાળી ઘણીજ ધૂમ ધામથી ઉજવે છે. દિવાળીના દિવસોમાં લોકો અનેક પ્રકારના ભોજનો અને પકવાનો નો આનંદ લે છે તો બાળકો ને આ સમય ફટાકડા માટે ઘણોજ પસંદ પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે ફક્ત બાળકોજ નહિ પરંતુ મોટા લોકો ને પણ ફટાકડા ફોડવા ઘણાજ પસંદ પડે છે. તેવામાં બાળકો દિવાળી અગાઉ થીજ ફટાકડા ફોડવાના શરૂ કરી દે છે.

આજ કાલ બાળકોમાં પોપ અપ ફટાકડાનો શોખ ઘણોજ વધ્યો છે આ નાના અમથા ફટાકડા બાળકોને ઘણોજ આનંદ આપે છે. પરંતુ સુ તમે જાણો છો કે નાનો અમથો ફટાકડો કોઈનો જીવ પણ લઇ શકે છે ? જો તમે ના જાણતા હોવ તો તમને જણાવી દઈએ કે દેખાવ માં નાનો અમથો આ ફટાકડા એ તાજેતર માંજ એક બાળક નો જીવ લીધો છે. એક નાના બાળકે આ પોપ અપ ફટાકડો ગળી લીધો ત્યાર બાદ અચાનક તેની તબિયત બગાડતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો. અહીં તેને જાડા અને ઉલ્ટી મારફતે આ પોપ અપ ફટાકડા જ નીકળતા હતા આ જોઈને સૌ કોઈ નવાઈ પામ્યા. અને આખરે આ બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તો ચાલો આ કિસ્સા અંગે વધુ માહિતી મેળવીએ.

મિત્રો આ ઘટના સુરત ની છે.અહીં રાજ શર્મા નામક વ્યક્તિ કે જેઓ પોતે બિહારના રહેવાસી છે તે પોતાના પરિવાર સાથે થોડાજ સમય પહેલાં સુરત રહેવા માટે આવ્યા. તેઓ વ્યવસાયે સુથાર છે. જો વાત તેમના સંતાનનો અંગે કરીએ તો તેમને એક ત્રણ વર્ષ નો પુત્ર શોર્ય અને બે વર્ષ ની દિકરી એમ બે સંતાનો છે. તેમના પુત્ર ની તબિયત એકા એક બગાડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને જાડા અને ઉલ્ટી શરૂ થઇ ગયા જેમાં તેને ઉલ્ટી મારફતે પોપ અપ ફટાકડા નીકળવા લાગ્યા. આ ઘટના ને કારણે સૌ કોઈને નવાઈ લાગી.

આવી ઘટના બે વાર બની તેને સારવાર માટે બાટલો પણ ચડાવવામાં આવ્યો અને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં તેની ગંભીર હાલત ના કારણે તેનું મોત થયું. આ તમામ ઘટના પરથી એક સીખ તો મળેજ છે કે માતા પિતા એ આટલી બધી લાપરવાહી કરવી જોઈએ નહિ અને બાળકોને પોતાની સાથે રાખીને જ ફટાકડા ફોડાવવા જોઈએ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *