95-વર્ષીય માતા નું મૃત્યુ થતા પરિવાર ના સભ્યો એ મૃતદેહ સાથે હસતા-હસતા મોઢે અંતિમ ફોટો પડાવ્યો..જુઓ ફોટા.
આપણા સમાજમાં જ્યારે કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય છે. ત્યારે આખા પરિવારમાં માતમનો માહોલ છવાઈ જતો હોય છે. બસ લોકો રોકકળ કરી મૂકતા હોય છે. ઘરના લોકો વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે વ્યક્તિના નામની પોક મૂકીને બસ રડતા જ હોય છે રડતા જ હોય છે. આ સિલસિલો ઘણા સમય સુધી ચાલુ રહે છે. પરંતુ કેરળ રાજ્યમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 95 વર્શીય ઘરડા માજીનું અવસાન થતાં પરિવારે જે કર્યું તે જાણીને ચોંકી ઉઠશો.
એટલે કે 95 વર્ષીય વૃદ્ધ માજીનું નિધન થતા પરિવારજનો એ માજી ના મૃતદેહ સાથે છેલ્લો ફોટો હસીને પડાવ્યો હતો. એટલે કે બધા જ પરિવારના સભ્યો માજીના મૃતદેહ ની પાસે બેસ્યા અને હસીને એક ફોટો સહ પરિવાર ક્લિક કરાવ્યો હતો. આ ઘટના કેરળ રાજ્યના પઠાણ થીટા જિલ્લાના માલા પલ્લી ગામની છે. જ્યાં 95 વર્ષીય મરિયમમાં નું મૃત્યુ થયું હતું. આ મરિયમમાં મૃત્યુ 17 ઓગસ્ટના રોજ થયું હતું. જાણવા મળ્યું કે મરિયમમાં છેલ્લા ઘણા સમયથી પથારી વશ હતા. તેની તબિયત ઘણી જ બગડી ગયેલી હતી.
તેમના પરિવારમાં આઠ સંતાનો છે. આઠ સંતાનના 19 જેટલા પૌત્ર અને પૌત્રીઓ છે. તેમના અંતિમ સંસ્કાર કર્યા પહેલા આખા પરિવારના સભ્યો એકઠા થયા. તે દરમિયાન તેને એક હસીને મરિયમમાં ના મૃતદેહ સાથે ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયામાં આવતા જ લોકો અવનવી કોમેન્ટો કરતા હતા. અનેક લોકોએ નેગેટિવ કમેન્ટ કરી હતી. ત્યારે મરિયમમાંના દીકરા ચર્ચના પાદરી ડોક્ટર ચર્ચ ઓમને કહ્યું કે તેને આવી નેગેટિવ કોમેન્ટ થી કોઈ ફરક પડતો નથી. કારણ કે તેના માતા મરિયમમાં એક ખુશ મિજાજ મહિલા હતા. તે છેલ્લા શ્વાસ સુધી ખુશ ખુશાલ રીતે જીવન જીવ્યા હતા.
તે તેના બાળકોને પૌત્ર પૌત્રીને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરિવારના સભ્યો આ તેના ખુશ મિજાજ સાથે જ તેને અંતિમ સંસ્કાર કરવા માંગે છે. આ માટે તે લોકોએ આવી રીતના ફોટો ક્લિક કરાવને એક યાદી સ્વરૂપે સાચવી રાખ્યો છે. આ બાબતે કેરળના શિક્ષણ મંત્રી નું એક રિએક્શન સામે આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રીએ પણ આ પરિવારને સપોર્ટ કર્યો હતો. અને કહ્યું કે આ ફોટામાં કોઈ નેગેટિવ કોમેન્ટ કરવાની જરૂર નથી. તેને કહ્યું કે આ રીતે પણ અંતિમ વિદાય હોઈ શકે. આમ આ પરિવાર એ અનોખી રીતે માતાને વિદાય આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!