India

દીકરી ના જન્મ ને શ્રાપ ગણતા લોકો માટે દાખલો! દીકરી નો જન્મ થતા આખા ગામમાં કરવામાં આવ્યું અનોખું સ્વાગત..જુઓ ફોટા.

Spread the love

આપણા સમાજમાં પહેલાના જમાનામાં ઘરે દીકરીનો જન્મ થાય તો તેને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી. એટલે કે દીકરી ની આંખ ખુલે તે પહેલા જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતી હતી. આજે પણ છેવાડાના ઘણા એવા ગામડાઓ છે કે જેમાં દીકરો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોય છે. લોકો ક્યારેક દીકરીનો જન્મ થતાં જ તેને નિરાધાર છોડી દેતા હોય છે. અને ક્યારેક દીકરીને માતાના ગર્ભમાં જ મોત આપી દેતા હોય છે.

પરંતુ આપણો સમાજ એવો છે કે જેમાં એક વર્ગ એવો છે કે જે દીકરીનો જન્મ થતાં જ ઘરમાં દિવાળી જેવો માહોલ કરી નાખતા હોય છે. એવો જ એક કિસ્સો મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ ના ગિરજૂરા ગામ થી સામે આવ્યો છે. જેમાં ગામના એક ઘરમાં વસવાટ કરતા ગિરીશ શર્મા નામના વ્યક્તિ ના ઘરે જોડિયા બાળકો નો જન્મ થયો હતો. જેમાં એક દીકરો અને એક દીકરી નો જન્મ થતાં જ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ચૂકી હતી.

પરિવારના સભ્ય ગિરીશ શર્માએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો થી તે લોકો પરિવારમાં દીકરીના જન્મ ની રાહ જોતા હતા. દર વખતે તેના પરિવારમાં દીકરાનો જન્મ થતો હતો. પરંતુ ઘણા વર્ષો બાદ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અને ઘરે દીકરીને જન્મ આપ્યો. દીકરીનો જન્મ થતાં જ દીકરીને હોસ્પિટલથી ઘર સુધી લાવવા માટે બેન્ડબાજા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિવારના તમામ સભ્યો નાચતા ઝૂમતા દીકરીને ઘરે લાવ્યા. દીકરી ઘરે આવતા જ તેના ઘર ની અંદર આવતા ની પહેલા ઘરની બહાર રેડ કલરની કાર્પેટ બિછાવામાં આવી હતી. સાથે તેના ઉપર ફૂલો બિછાવામાં આવ્યા હતા.

જ્યારે દીકરીને ઘરમાં લાવવામાં આવી ત્યારે તેના કંકુ પગલા કરવામાં આવ્યા. સાથે સાથે તેને કળશ ઢોળીને તેનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો. ઘરમાં અંદર આવતા ની સાથે જ આખું ઘર ફુગ્ગાથી શણગારવામાં આવેલું હતું. આખા ગામમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. ઘરમાં બહેનોએ દીકરીને આવતાની સાથે જ શુભ મંગલ ગીતો ગાયા હતા. આવી રીતના દીકરીનું સ્વાગત કરીને આખા સમાજમાં એક દાખલો બેસાડી દીધો હતો. આખા ગામના લોકો આમાં સહભાગી થયેલા જોવા મળ્યા હતા. અને દીકરી ની માતા ને પણ સુંદર રીતે તૈયાર કરવામાં આવી હતી. આમ આવી ઘટના બનતા જે લોકો દીકરી પ્રત્યે ભેદભાવ રાખતા હોય તે લોકો માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *