છેલ્લા ઘણા સમય થી જીવન-મૃત્યુ સાથે લડી રહેલા બૉલીવુડ ના આ સ્ટાર નું દુઃખદ અવસાન. ડિરેક્ટર, ફિલ્મ મેકર, પ્રોડ્યુસર..
બોલીવુડ માટે એક ખરાબ સમાચાર આવેલા છે. ફરી એક બોલિવૂડના એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર, ફિલ્મ મેકર, પ્રોડ્યુસર અને રાઇટર એવા સાવન કુમાર ટાંકનું 86 વર્ષની વયે નિધન થઈ ચૂક્યુ છે. સાવન કુમાર ટાંક નો 25 ઓગસ્ટ 2022 ના રોજ સાંજે 4:15 વાગે મુંબઈમાં આવેલ કોકીલા બહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં મૃત્યુની થઇ ચૂક્યું છે. છેલ્લા ઘણા સમયથી તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ બાબતની જાણકારી તેમના ભત્રીજાએ ઓનલાઈન પોર્ટલ ઉપર આપી હતી. સાવન કુમાર ટાંક ની વાત કરવામાં આવે તો તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સુપરહિટ મુવી ને પ્રોડ્યુસ કરેલું છે. તેની ફિલ્મની વાત કરવામાં આવે તો તેને સૌતન, સૌતન કી બેટી, સનમ, બેવફા બેવફા સે બેવફા વગેરે ડાયરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેમણે કહોના પ્યાર હે, દેવ વગેરે જેવી ફિલ્મમાં ગીત પણ લખ્યા હતા.
તેમણે ગોમતી કે કિનારે મુવી થી ડેબ્યૂ કર્યું હતું. સાવન કુમાર ટાંક ને છેલ્લા ઘણા સમયથી હૃદયની બીમારી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસથી તે વધુ સિરિયસ હોવાને લીધે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજી ચૂક્યું હતું. સાવન કુમાર ટાંક 86 વર્ષની વએ પણ લગ્ન કરેલા ન હતા. તેમના પરિવારમાં ત્રણ બહેન અને એક ભાઈ છે. તેમનું હૃદય યોગ્ય રીતે કામ કરતું ન હોવાને લીધે તેમને એડમિટ કરવામાં આવેલા હતા.
સાવનકુમાર ટાંક ના મૃત્યુ થી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી. બોલીવુડના અભિનેતા સલમાન ખાને સાવન કુમાર ટાંક સાથે નો ફોટો ટ્વીટર હેન્ડલ પર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સંજીવ કુમાર તથા મહંમદ જુનિયર ફિલ્મ મેકર સાવન કુમારને કારણે બની શક્યા હતા. ૧૯૬૭માં પ્રોડ્યુસર તરીકે ફિલ્મ નૈનિહાલ થી શરૂઆત કરી હતી. આ મુવી ની અંદર સંજીવ કુમાર એ મેઇન રોડ નિભાવ્યો હતો. અને આ ફિલ્મને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી. બોલીવુડના અનેક સિતારો એ સાવન કુમાર ટાંક ના મૃત્યુ બાદ શોક વ્યક્ત કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!