મિત્રો બોલીવુડ ની ફિલ્મ અને તેના કલાકારો ની લોકપ્રિયતા વિશે આપણે સૌ જાણીએ છિએ. લોકો બોલીવુડ ફિલ્મ અને તેમના કલાકારો ને ઘણા પસંદ કરે છે. મિત્રો બોલીવુડ એક એવી જગ્યા છે કે જ્યાં લોકો પોતાની આવડત અને કળા ના કારણે લોકોમાં લોકપ્રિયતા મેળવે છે. આજ કારણ છે કે અહીં ઘણા લોકો પોતાના નસીબ અજમાવવા આવે છે.
મિત્રો બોલીવુડ માં ટકવુ અને લોકોમાં લોકપ્રિયતા મેળવવિ અને સફળતા ના શિખરો પર ટકી રહેવુ કોઈ સહેલી બાબત નથી. મિત્રો બોલીવુડ માં ટકી રહેવા અને પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા માટે દરેક કલાકારો ઘણી મહેનત કરે છે. પરંતુ ઘણા એવા પણ કલાકારો છે કે જેઓ બોલીવુડ માં ટકી શક્તા નથી.
એક સમયે સફળતા ના શિખરો સર કરનાર આવા કલાકારો થોડા જ સમય માં ગુમનામિ નાં અંધારામાં ખોવાઈ જાય છે. આપણે અહીં એક એવાજ કલાકાર અંગે વાત કરવાની છે કે જેઓ પોતાના સમય માં ટોપ પર હતા પરંતુ સમય ની સાથો સાથ તેઓ બોલીવુડ ની વિશાળ દુનિયા માં ખોવાઈ ગયા.
મિત્રો આપણે અહીં અભિનેત્રી ફરાહ નાઝ વિશે વાત કરવાની છે. એક સમયે બોલીવુડ ની સફળ અભિનેત્રી ફરાહ નાઝ આજે ગુમનામી નું જીવન જીવી રહી છે. જણાવી દઈએ કે તેઓ પોતાના સમય માં કે જ્યારે તેઓ બોલીવુડ માં સક્રિય હતા તે દરમિયાન તેઓ ઘણા ચર્ચામાં આવ્યા હતા.
જો કે તેમને તેમની સુંદરતા અને એક્ટિંગ ઉપરાંત તેમના ગુસ્સાને કારણે પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. તેમના આવા સ્વભાવ ના કારણે એક વાર તેમણે ચંકી પાંડેને માર પણ માર્યો હતો. ઉપરાંત ચંકી પાંડે ને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
જો વાત તેમના અંગત જીવન અંગે કરીએ. તો જણાવી દઈએ કે તેમણે વર્ષ 1996 માં દારા સિંહના પુત્ર બિંદુ દારા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જો કે તેમના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને વર્ષ 2002માં તેઓએ છૂટાછેડા લીધા. જણાવી દઈએ કે બિંદુ દારા સિંહ અને ફરાહ નાઝ ને એક પુત્ર પણ છે કે જેનું નામ ફતેહ રંધાવા છે, જો કે ફરાહ નાઝે છૂટાછેડા લીધા પછી સુમિત સહગલ સાથે લગ્ન કર્યા.