મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકો કહે છે કે માનવી ની જરૂરી ત્રણ વસ્તુ છે રોટી, કપડા અને મકાન પરંતુ આ વાક્ય હાલના સમયમાં સાચું નથી કારણે હાલમાં મનુષ્ય અનેક જરૂરીયાતધરાવે છે જેના કારણે અનેક વસ્તુઓ તેના માટે જરૂરી બને છે જે પૈકી ઈલેક્ટ્રીસીટી એક છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વ્યક્તિ અનેક ગેજેટ નો ઉપયોગ કરે છે. અને આ દરેક ઉપકરણ ના ઉપયોગ માટે લાઈટ અનિવાર્ય છે.
પરંતુ ઘણી વખત વ્યક્તિ માટે સરળતા ઉભી કરતુ વસ્તુ વ્યક્તિ માટે જ જોખમ નું કારણ બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે લાઈટ ઘણી જરૂરી છે પરંતુ જો ઈલેક્ટ્રીસીટી સાથે કામ કરતા થોડી પણ ચૂક થાય તો તેનાથી ઘણું મોટું નુકસાન સહન કરવું પડે છે હાલમાં આવું જ નુકસાન એક મકાન માલિકને સહન કરવું પડે છે કે જેમના ઘરમાં શોર્ટ શર્કિત ને કારણે વિકરાળ આગ લાગી હતી. તો ચાલો આ ભયાનક ઘટના અંગે થોડી માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ ઘટના રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દિયોરા ની છે કે જ્યાં ફરી એક વખત આગથી ભીષણ નુકસાન ની તસ્વીરો સામે આવી છે. જણાવી દઈએ કે અહી એક રહેણાંક ઘરમાં એકા એક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે ઘરમાં ઘણું નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ શર્કિત ને માનવામાં આવે છે.
આગ એટલી વિકરાળ હતી કે આખું ઘર બળી ગયું ઉપરાંત ઘરમાં ઉપસ્થિત તમામ વસ્તુઓ પણ રાખ થઇ હતી પરંતુ રાહતની વાતએ છે કે આગના કારણે કોઈ પણ જાનહાની અંગે ની માહિતી સામે આવી નથી. આગ અંગે માહિતી મળતા આસપાસ ના લોકો દોડી આવ્યા અને તુરંત પાણીનો છટકાવ કરવા લાગ્યા પરંતુ આગ શાંત થાય તે પહેલા ઘર આખું બળી ગયું હતું.