ઘર નહિ પરંતુ આ જગ્યાએ ગ્રીષ્મા ને મારવાનો ફેનીલનો હતો ઈરાદો! આ ખાસ વ્યક્તિએ બચાવ્યો જીવ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક પછી એક બની રહેલા હત્યાના બનાવે લોકોમાં ડર અને રોષની ભાવના જનવમાવી છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી ગુંડા તત્વો નું જોર રાજ્યમાં વધી રહ્યું હોઈ તેવું લાગે છે હાલમાં લોકોમાં આવા તત્વોને કારણે ડરની લાગણી અનુભવી રહ્યા છે. એક તરફ જ્યાં રાજ્ય વિકાસ ના નવા નવા શિખરોસર કરી રહ્યું છે તેવામાં અમાનવીય તત્વો રાજ્યમાં અશાંતિ ફેલાવવા અને લોકોમાં ડર ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમયથી રાજ્યમાં ગુંડા રાજ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કે જ્યાં લોકો જાહેરમાં હથિયાર લઈને નીકળે છે અને લોકોના જીવ લેતા પણ ખચકાતા નથી આપણે સૌ હજુ તો અમદાવાદ ના ધંધુકામાં બનેલા કિશન ભરવાડ ની હત્યા ના શોકમાં હતા તેવામાં ફરી એક વખત સુરત શહેરમાં બનેલી હત્યાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ અહીં ફેનિલ નામના એક તરફી પ્રેમીએ ગ્રીષ્માં નામની યુવતીની જાહેરમાં પરિવાર સામે જ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
જણાવી દઈએ કે ફેનિલ નામનો યુવક છેલ્લા 1 વર્ષથી ગ્રીષ્માં નામની યુવતીને હેરાન કરી રહ્યો હતો તેવામાં એક દિવસ ફેનિલ ગ્રીષ્માંના ઘરે પહોંચી ગયો અને ત્યાં તોફાન મચાવવા લાગ્યો જેનો વિરોધ ગ્રીષ્માંના પરિવાર દ્વારા કરતા ફેનિલે ચાકુ વડે પહેલા ગ્રીષ્માં ના કાકા અને ત્યાર બાદ તેના ભાઈ પર હુમલો કર્યો. ઘટના અંગે માહિતી મળતા ગ્રીષ્માં ઘરની બહાર નીકળી કે તરત જ આરોપી ફેનિલે ગ્રીષ્માં ને બાથમાં લીધી જાહેરમાં બધાની સામે જ તેનું ગાળું કાપીને હત્યા કરી હતી.
હાલમાં લોકોમાં આ હત્યાને લઈને રોષ છે અને લોકો ગ્રીષ્માંના પરિવાર માટે ન્યાય ની માંગ કરી રહ્યા છે. તેવામાં ગ્રીષ્માં ની હત્યા કર્યા બાદ ફેનિલે પણ ઝેરી દવા પીને અને પોતાની નસ કાપીને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને સમયસર સારવાર મળતા ફેનીલનો જીવ બચી ગયો હતો. જે બાદ હવે કોર્ટ દ્વારા તેને પોલીસ કસ્ટડી માં સોંપવામાં આવ્યો છે. હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયા બાદ ફેનિલ પોલીસ ની પકડમાં છે અને પોલીસ દ્વારા ગ્રીષ્માંની હત્યાને લઈને પુછપરછ કરવામાં આવી રહી છે.
આ સમયે ફેનિલે ચોંકાવનાર ખુલાસો કર્યો હતો. જણાવી દઈએ કે પોલીસ કસ્ટડીમાં ફેનિલે જણાવ્યું કે તે ગ્રીષ્માં ને ઘરે નહિ પરંતુ કોલેજમાં મારવા માંગતો હતો. એક દિવસ ફેનિલ ગ્રીષ્માંની અમરેલી માં આવેલી કોલેજે ગયો હતો. જો કે આ સમયે ગ્રીષ્માં ક્લાસમા હતી માટે તે બહાર આવી નહિ જો કે આ સમયે ફેનિલ ગ્રીષ્માં ની મિત્રને મળ્યો અને તેને જણાવ્યું કે મારે ( ફેનિલને ) ગ્રીષ્માંને મળવું છે તેને બોલાવ. પરંતુ ક્લાસમાં હોવાથી ગ્રીષ્માં બહાર આવી નહિ.
તેવેમાં ગ્રીષ્માં ને ફેનિલ અંગે માહિતી મળતા તેણે પોતાના માસીને કોલેજે લેવા માટે બોલાવ્યા અને માસી સાથે જ ગ્રીષ્માં કોલેજ થી ઘરે ગઈ. આમ જો તે સમયે ગ્રીષ્માંના માસી કોલેજમાં હાજર ન હોટ તો ફેનિલ તેને કોલેજમાં જ મારી નાંખતે. જો કે જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ફેનિલ ગ્રીષ્માં નો પીછો કરી રહ્યો હતો. તેવામાં 12 તારીખે તેણે ગ્રીષ્માંના ઘર પાસે જાહેરમાં ગળું કાપીને ગ્રીષ્માં ની હત્યા કરી નાખી.
જો કે જણાવી દઈએ કે હાલમાં હોસ્પિટલમાંથી ફેનિલ ડિસ્ચાર્જ થતાં જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે, જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.