ફેવિકોલ કંપની આ ગુજરાતીની દેન છે ! સૌરાષ્ટ્ર નાના એવા ગામડા જન્મેલા બળવંતરાય પારેખે આવી રીતે ઉભી કરી કરોડો ની કંપની
આપણે ત્યાં અતુટ પ્રેમથી બનેલા સંબંધો તૂટી શકે છે પરંતુ ફેવિકોલ થી ચોંટેલ કોઈ વસ્તુઓ ક્યારે તૂટી નથી શકતી. એક ગમ બનાવનાર કંપની ફેવિકોલનું નામ આજે ભારતભરમાં લોકપ્રિય છે. આ કંપની સ્થાપક એક પટાવાળા તરીકે પોતાનું જીવન જીવ્યું હતું અને આજે અબજો રૂપિયાની કંપનીનાં તે માલિક છે. કહેવાય છે ને આજે ભારતમાં અને વિશ્વ ગુજરાતીઓ મોખરે છે. ધંધો કરવો ગુજરાતીનાં લોહીમાં છે અને ખરેખર પારેખ સાહેબ કરી બતાવ્યું એ કામ આજે આપણે જાણીએ છે.
પારેખ સાહેબનું નામ ભારતના તે મોટા ઉદ્યોગકારોમાં સામેલ થાય છે, જેમણે તેમની મહેનતથી સફળતાનો ઇતિહાસ રચ્યો છે.અબજો રૂપિયાની કંપની બનાવનાર બળવંત પારેખનો જન્મ 1925માં ગુજરાતના મહુવા નામના ગામમાં થયો હતો. તે એક મધ્યમવર્ગીય પરિવારના હતા. બળવંત રાયને એક વખત પટાવાળાની નોકરી કરી તે વખતે જર્મની જવાની તક મળી હતી. તે જ સમયે, તેમણે તેમના વ્યવસાયિક આઇડિયા પર કામ કરવાનું શરૂ કર્યું.
આ પછી તેણે પશ્ચિમના દેશોમાંથી કેટલીક ચીજોની આયાત કરવાનું શરૂ કર્યુ. આ રીતે, તેણે ધીરે ધીરે ધંધાને વેગ આપવાનું શરૂ કર્યુ. બીજી તરફ દેશ પણ સ્વતંત્ર બની ગયો હતો.પારેખનાં મનમાં ધંધો કરવાનું મન પહેલે થી હતો અને આજે આપણે જાણીએ છે કે એ સ્વપ્ન પૂર્ણ થયું. આજે ફેવિકોલની સ્થાપના કરવાનો વિચાર અનોખી રીતે આવ્યો.બળવંત પારેખ જ્યારે લાકડા વેપારી સાથે કામ કરતો હતો, ત્યારે તેણે જોયું કે સુથારને લાકડામાં જોડાવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તે સમય દરમિયાન, લાકડામાં જોડાવા માટે ચરબીનો ઉપયોગ થતો હતો, જે કારીગરો માટે ખૂબ જ મુશ્કેલદાક હતો.હવે વેપારીઓને દેશી વસ્તુઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા. તેનો લાભ લઈને તેમણે 1959 માં ‘પીડિલાઇટ’ બ્રાન્ડનો પાયો નાખ્યો. આ સાથે, ફેવિકોલના રૂપમાં ઘન અને સુગંધિત ગમ દેશને આપવામાં આવ્યો હતો