આખરે 14-વર્ષે આવશે પોપટલાલ ની આતુરતાનો અંત! શું મળી ગઈ છે પોપટલાલ ને તેની દુલ્હન? જાણો અહેવાલ.
છેલ્લા 14 વર્ષથી આપણા ભારતમાં એક સીરીયલ ખૂબ જ પ્રખ્યાત છે તે સીરીયલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ સિરીયલ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. આ સિરિયલ ને ચાહકો ભરપૂર માત્રામાં પ્રેમ આપી રહ્યા છે. તેમાં આવતા પાત્રો દર્શકોને ખૂબ જ પ્રિય હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકારો શો ને અલવિદા કહી રહ્યા છે. તો એક પછી એક નવા કલાકારો શોમાં એન્ટ્રી લઈ રહ્યા છે.
દયાબેન નું પાત્ર તો ઘણા સમયથી જોવા મળતું નથી. થોડા સમય પહેલા તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા એ શો ને અલવિદા કહી દીધું હતું. તેના સ્થાને સચિન શ્રોફ નામના નવા તારક મહેતા આવ્યા છે. પરંતુ દર્શકો આ તારક મહેતાના બહુ ઓછો પ્રેમ આપી રહ્યા છે અને થોડા સમય પહેલા ટપુ નું પાત્ર ભજવનાર રાજ અનડકટ પણ સોને અલવિદા કહી ચૂક્યો છે.
હવે સોના પ્રોડ્યુસર એવા આશિત મોદી નવા નવા ચહેરાઓને શોમાં લાવી રહ્યા છે. જાણવા મળ્યું હતું કે હવે શોમાં દર્શકોને લોક પ્રિયતા વધે તે માટે સોના પ્રોડ્યુસર આશિતકુમાર મોદી પત્રકાર પોપટલાલ ની પત્ની ની એન્ટ્રી કરાવવા જઈ રહ્યા છે. આવા સમાચારો હાલમાં ખૂબ વાયરલ થયેલા જોવા મળે છે. જ્યારથી સીરીયલ શરૂ થઈ ત્યારથી પોપટલાલની પત્ની ની સિરિયલમાં એન્ટ્રી કરાવવામાં આવી નથી.
અને હવે કદાચ શો માં પોપટલાલ ની પત્નીની એટલે કે શ્રીમતી પોપટલાલની એન્ટ્રી થઈ શકે છે. એવામાં દર્શકોમાં પણ ખુશીની લાગણી જોવા મળે છે. ઘણા સમયથી ચાહકો પત્રકાર પોપટલાલની પત્નીની રાહ જોઈને બેસેલા છે. પરંતુ હજુ સુધી પોપટલાલની પત્ની ની એન્ટ્રી કરવામાં આવી ચૂકી નથી. હવે ફરી દર્શકોમાં પોપટલાલની પત્ની બાબતે ઉત્સાહ જોવા મળે છે અને જોવાનું રહ્યું કે શું ખરેખર પોપટલની પત્ની ની શોમાં એન્ટ્રી થશે કે નહીં
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!