અમદાવાદમાં કોમ્પલેક્સના ત્રીજા માળે લાગી આગ, નવજાત બાળકોને હોસ્પિટલ માંથી કરાયા રેસ્ક્યુ…..જુવો વિડીયો
ગુજરાત માં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. જેમાં ઘણા લોકો અકસ્માત નો ભોગ બનતા હોય છે. આગ લાગવાથી ઘણા લોકો ના મૃત્યુ પણ થઇ જતા હોય છે. આગ લાગવાની ઘટના અમદાવાદ શહેર માંથી સામે આવી છે. જેમાં વિકરાળ આગ લગતા ફાયર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું કે, અમદાવાદ ના પરિમલ ગાર્ડન નજીક દેવ કોમર્શિયલ કોમ્પલેક્સ માં આગ લાગી હતી.
કોમ્પલેક્સ ના ત્રીજા માળે આવેલી એક ઓફિસ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કોમ્પલેક્સ ની આ ખાનગી ઓફિસ માં આગ લાગવાની ઘટના બનતા ધીમે ધીમે આગ નો ધુમાડો બાજુ આવેલ દેવ હોસ્પિટલ માં આગ નો ધુમાડો પહોંચ્યો હતો. દેવ હોસ્પિટલ માં નવજાત શિશુ એડમિટ થયેલા હતા. આ ધુમાડો હોસ્પિટલ માં પહોંચતા જ 13 નવજાત શિશુ સહીત 60 દર્દીઓ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ બહાર આવ્યું હતું. આગ લાગવાની સાથે ત્યાં ના 500 મીટર ના રોડ ને બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી રેસ્ક્યુ કરવામાં સરળતા રહે. હોસ્પિટલ ના ડો.પરાગ ગઢવી એ જણાવ્યું કે, 13 બાળકો ને તાત્કાલિક રેસ્ક્યુ કરીને તેની બીજી શાખા જે ગોતા માં હોસ્પિટલ આવેલી છે. ત્યાં બાળકો ને ખસેડવામાં આવ્યા હતા. જુઓ વિડીયો.
આગ લાગતા ત્યાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ ની ચાર ગાડીઓ આ કામ માં કામે લગાડવામાં આવી હતી. કોમ્પ્લેક્સ માંથી આગ ના ગોટેગોટા બહાર દેખાતા હતા. આવી ઘટના ઘણી વાર સામે આવતી હોય છે. તંત્ર દ્વારા કોમ્પલેક્સ અને હોસ્પિટલ માં ફાયર સેફટી ના આદેશ આપવા છતાં ક્યારેક લોકો ની બેદરકારી સામે આવે છે. જેના લીધે કોઈ નિર્દોષ વ્યક્તિ ઓ ભોગ બને છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.