પહેલા ગુજરાત મહિલા પોલીસ ASI અધિકારી કે જેણે કરી નર્મદા ની પરિક્રમા તેનો અનુભવ વાંચી તમને પણ પરિક્રમા કરવાનું થશે મન.
આપણા ગુજરાતમાં આવેલી નર્મદા નદી તેની પરિક્રમા માટે ખાસ જાણીતી નદી છે. આખા ભારતમાંથી ઘણા લોકો નર્મદા નદીની પરિક્રમા કરતા આવતા હોય છે અને નર્મદા નદીની પરિક્રમા કરવી એ ખરેખર એક લ્હાવો કહેવાય છે. નર્મદા નદીની પરિક્રમા લગભગ ત્રણ હજાર કિલોમીટર જેટલી થાય છે. ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહેલા મહિલા એ.એસ.આઇ ઓફિસર કે જે ગુજરાત પોલીસના પહેલા અધિકારી બન્યા કે જેને નર્મદા પરિક્રમા કરી હોય.
નર્મદા નદીની પરિક્રમા કરીને આ મહિલા ઓફિસરે તેનો એક ખૂબ જ સુંદર અનુભવ રજૂ કર્યો હતો અને નર્મદા નદીની પરિક્રમાં નું મહત્વ લોકો સમક્ષ મૂક્યું હતું. અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા ભાવિશાબેન કારાભાઈ કડછા કે જેનું મૂળ વતન પોરબંદર છે. તેમના પતિ પણ પી.એસ.આઇ છે. જ્યારે ભાવિશાબેને નર્મદા પરિક્રમાનો વિચાર આવ્યો ત્યારે તેણે ઉપરી અધિકારીને રજાની માંગણી કરી અને તેના અધિકારી,,
આઈજી ગેહલોત સરે 122 દિવસની અસાધારણ રજા મંજૂર કરી આપી હતી. ભાવિકાબેન જણાવ્યું હતું કે તેને આ પરિક્રમા નો કોઈ ખ્યાલ ન હતો. આથી તેને બુકમાંથી બધી માહિતી મેળવી તેને ખ્યાલ આવ્યો કે આ પરિક્રમામાં સફેદ રંગના કપડા પહેરવામાં આવે છે અને હાથમાં પાણીનું કમંડળ લાકડી હોય કે જેથી આપણે જે સ્થળેથી પસાર થતા હોઈએ ત્યાં આવતા ગામના લોકો આપણને સહેલાઈથી ઓળખી શકે છે.
કે આ પરિક્રમા વાસી છે. આથી તે લોકો જમવા રહેવા માટેની ખાસ વ્યવસ્થા કરી આપે છે. ડોક્ટરની સલાહ મુજબ તેને આ કાર્યક્રમ સેન્ડલ પહેરી કર્યો હતો. કે ભાવિશાબેન જણાવે છે કે નર્મદા પરિક્રમા એક એવી પરિક્રમા છે કે જેને શરૂ કર્યા બાદ નર્મદા મૈયા કોઈને કોઈ રીતે લોકોની મદદ માટે પહોંચી જાય છે.
તે કહે છે કે તે જે જગ્યાએથી પસાર થાય કે જે જગ્યાએ રાતવાસો કરે ત્યાં પરિક્રમાવાસીઓ ત્યાંના રહેવાસી લોકો પૈસા આપતા અને તે કહે છે કે લોકો પ્રેમ ભાવથી જમાડતા જે લોકો પૈસા આપે તે લોકો લઈ લે આથી રસ્તામાં જો ચા પાણી પીવા હોય તો તે માટે કામ લાગે છે. ભાવિશા બહેને જણાવ્યું કે જે લોકો પરિક્રમા કરે છે તે લોકો સાથે પૈસા કે ફોન લઈને નીકળતા હોતા નથી.
અને ભાવિષા બહેન ને પણ પૈસાનું બોક્સ ભરાઈ ગયું હતું. તેને કહ્યું કે નર્મદા મૈયા અમરકંટક થી નીકળે છે અને 1300 કિલોમીટર બાદ વિમલેશ્વર ખાતે સમુદ્રની અંદર મળી જાય છે અને નર્મદા નદી ને વચ્ચેથી ક્રોસ ન કરવાનો નિયમ છે. આમ ભાવિશા બહેને ખૂબ સુંદર અનુભવ શેર કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!