India

“Infosys” ના ફાઉન્ડરે તિરુપતિ બાલાજી મંદિરમાં કર્યું અધધ દાન!! સોનાનુ શંખ તથા સોનાનો કાચબો…કુલ 1.50 કરોડનું દાન.. જુઓ તસ્વીર

Spread the love

દેશના જાણીતા અને મોટી આઇટી કંપની માં ની એક ‘ ઈન્ફોસિસ’ ના સંસ્થાપક NR નારાયણ મુર્તિ અને તેમની પત્ની સુધા મુર્તિ એ હાલમાં જ ભગવાન બાલાજી ના મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનાં માં એક બહુ જ મોટું દાન આપ્યું છે. જેની હવે ચર્ચા જોવા મળી રહી છે. વાસ્તવમાં પરોપકારી કાર્યો ની માટે ફેમસ કપલ દિગ્ગજ કપલ એ મંદિર માં એક સોના નો શંખ અને સોના ના કાચબા ની મુર્તિ નું દાન કર્યું છે જેની કિમત કરોડોમાં છે.

16 જુલાઇ 2023 માં નારાયણ મુર્તિ તથા સુધા મુર્તિ બાલાજી મંદિર પહોચ્યા હતા અને ત્યાં તેમણે સોના નો શંખ અને કાચબા ની મુર્તિ દાન કરી હતી. તેમણે ‘ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ ‘ ના સભ્ય ઇઓ ધર્મ રેટ્ટી ને શંખ અને કાચબા ની મુર્તિ સોફી છે. આ ખાસ અવસર પર બંને પતિ પત્ની મંદિર ના ‘ રંગનાયકુલા મંડપ ‘ માં પણ ગ્યાં હતા. આમ તો સુધા અને તેમના પતિ દ્વારા ભગવાન બાલાજી મંદિર માં દાન કરવાનો આ પહેલો પ્રસંગ નથી .

આની પહેલા પણ’ તિરુમલા તિરુપતિ દેવસ્થાન્મ ટ્રસ્ટ ‘ બોર્ડ ની પૂર્વ સભ્ય અને ઈન્ફોસિસ ફાઉન્ડેશન ની પૂર્વ અધ્યક્ષ સુધા મુર્તિ એ મંદિરમાં એક ‘ સુવર્ણ અભિષેક શંકમ ‘ ( અનુષ્ઠાન વાસણ ) પણ દાન કર્યું હતું. નારાયણ મુર્તિ અને તેમની પત્ની સુધા એ મંદિરમાં જે શંખ અને કાચબા ની મુર્તિ નું દાન કર્યું છે તે બહુ જ ખાસ છે. બતાવામાં આવી રહ્યું છે કે આને સ્પેશિયલ દિજાઈન કરવામાં આવી છે જેનો ઉપયોગ અભિષેક કરવા માટે થાય છે, આ દાનને ‘ ભૂરી ‘ દાન પણ કહેવામા આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનવામાં આવે તો દાન કરવામાં આવેલ શંખ અને કાચબા ની મુર્તિ નો વજન લગભગ 2 કિલો છે જેની કિમત 60 હજાર પ્રતિ 10 ગ્રામ તોલા અનુસાર 1. 50 કરોડ રૂપિયા છે. જો વાત તિરુમલા તિરુપતિ બાલાજી મંદિર ની કરવામાં આવે તો આંધ્રપ્રદેશ માં આવેલ આ મંદિર ભારત ના સૌથી આમિર મંદિર ની યાદીમાં સૌથી ઉપર આવે છે. જ્યાં પહેલાથી જ બહુ દાન થતું આવ્યું છે.

લગભગ 300 ઈસવી માં બનેલ ભગવાન વિષ્ણુ નું વેંકટેશ્વર અવતાર નું આ બાલાજી મંદિર માં લાગબહગ હજારો લોકો આવે છે. અહી મોટા મોટા બીજનેસમેન, નેતા અને સેલિબ્રિટિ પણ આવતા રહેતા હોય છે. અને ખૂબ દાન કરે છે. એવામાં કહેવામા આવે છે આ પ્રકાર નું દાન કરવાથી ભગવાન વેંક્ટેશ તેમની દરેક સમસ્યાને દૂર કરે કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *