ગંગા નદી ના ધસમસતા પ્રવાહ માં એકસાથે ચાર જિંદગી હોમાઈ ગઈ. એક જ પરિવાર નાં ચાર…જુઓ વિડિયો.
હાલ વરસાદ નો માહોલ ખુબ જ જામેલ છે એવામાં ઠેર ઠેર થી લોકો નદી,નાળા માં ફસાયાની ભયંકર ઘટના સામે આવતી હોય છે. જયારે બિહાર ની રાજધાની થી જે ઘટના સામે આવી છે કે એટલી બધી દર્દનાક છે સાંભળી ને ચોકી ઉઠશો. બુધવાર ના દિવસ નો આ અકસ્માત છે જેમાં ગંગા નદી માં ડૂબવાથી એક જ પરિવાર ના ચાર લોકો ના મૃત્યુ થઇ ગયા હતા. આખી ઘટના નો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે લોકો કેવી રીતે બચવા માટે ગંગા નદી ની તેજ લહેરો સામે જજુમી રહ્યા હતા.
વધુ જાણવા મળ્યું હતું કે, જે લોકો ડૂબ્યા તે લોકો તેના પરિવાર ના સભ્ય ના મૃત્યુ બાદ તેના શુદ્ધિકરણ ની ક્રિયા માટે ગંગા નદી માં સ્નાન કરવા આવ્યા હતા. પરિવાર ના લોકો ગંગા નદી ના ઉમાનાથ ઘાટ પર ન્હાવા આવ્યા હતા. આ સમયે પરિવાર ના ચાર લોકો જોતજોતા માં ગંગા નદી માં ડૂબવા લાગ્યા હતા. તરત જ પાણી નું વહેણ અને નદી ના મોજા સામે પરિવાર ના સભ્યો ટકી શક્યા નહીં અને અંતે ડૂબી ને મૃત્યુ પામ્યા હતા..જુઓ વિડીયો.
Disturbing visual- पटना के बाढ़ में एक ही परिवार के चार लोग गंगा नदी में डूबे, उमानाथ घाट पर नहाने के दौरान हुआ हादसा. सभी नालंदा के बरबीघा के रहने वाले थे, घर में किसी की मौत के बाद गंगा स्नान कर शुद्धि करने आए थे. स्थानीय लोग घाट पर बनी सीढ़ियों की बनावट को लेकर आक्रोशित हैं. pic.twitter.com/sRYyA9uZvr
— Utkarsh Singh (@UtkarshSingh_) July 27, 2022
મરનાર માં પિતા સાથે તેના બે પુત્રો પણ શામેલ હતા. જેમાં મુકેશ (48-વર્ષ), ચંદન (13-વર્ષ), સપના (15-વર્ષ) અને આભા (32-વર્ષ) શામેલ હતા. તમામ લોકો નાલંદા ના બરબીઘા ના રહેવા વાળા હતા. જાણવા મળ્યું કે જ્યાં આ ઘટના બની ત્યાંના સ્થાનિક લોકો એ ઘણીવાર તંત્ર ને અપીલ કરી છે કે ત્યાં દાદર બનાવામાં આવે તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામ કરવામાં આવેલું નથી.
પરિવાર ના લોકો જેવા નદી માં ઉતર્યા કે અચાનક નદી ના સ્તર માં વધારો થવા લાગ્યો હતો. આ વિડીયો ઉત્કર્ષસિંહ નામના યુઝરે તેના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો હતો. વિડીયો જોઈ ને લોકો મરનાર પ્રત્યે સંવેદના દાખવી રહ્યા છે. પરિવાર ના અન્ય સભ્યો ને જાણ થતા પરિવાર ના લોકો ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. સ્થાનિક પોલીસે આવીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને ગોતાખોરો ની મદદ વડે મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!