India

આ યુવક નો એક હાથ નથી. માત્ર એક હાથે એવું કામ કરી બતાવે છે કે સફળતા તેની પાસે સામે ચાલી ને આવી..જુઓ વિડીયો.

Spread the love

આપણને જીવન માં કેટલાક એવા માણસો જોવા મળતા હોય છે કે જે તેમના જીવન માં ઘણી બધી મુશ્કિલો નો સામનો કરતા હોય છે. પણ પોતાના જીવન માં ક્યારેય હાર માનતા હોતા નથી. જીવન ના દરેક પગથિયે ગમે તેવી મોટી મુસીબતો સામનો કરવાની તાકાત ધરાવતા હોય છે. અને અમુક લોકો એવા પણ જોવા મળે છે કે પોતાના જીવન માં આવતી મુસીબતો સામે ટકી શકતા નથી. જીવન માં હારી જતા હોય છે. હાલ માં એક વિડીયો મુંબઈ નો સામે આવ્યો છે એક ભાઈ પોતાના જીવન માં જે કરે છે તે જોઈ ને તમે પણ રડી પડશે.

આજકાલ આવી જ એક કહાની સામે આવી રહી છે, જે મુંબઈના મલાડમાં રહેતા એક વ્યક્તિની છે. જેનો એક હાથ નથી. તે વિકલાંગ છે પરંતુ તેમ છતાં તેણે પોતાના જીવનમાં હાર ન માની. તે પોતાની આજીવિકા માટે પાવભાજી નો સ્ટોલ ચલાવે છે. સૌ પ્રથમ, તે રસ્તા પર તેની હાથગાડી એકહાથે લાવે છે અને પછી તેના પર સામાન ગોઠવતો જોવા મળે છે. તે પછી એક પછી એક શાકભાજી કાપવાનું શરૂ કરે છે. દિવ્યાંગ એક હાથે છરી પકડે છે જ્યારે બીજા હાથે શાકભાજી કાપે છે. જ્યારે તમામ શાકભાજી કાપવામાં આવે છે, ત્યારે તે તવા પર તેલ નાખ્યા પછી ભાજી બનાવવાનું શરૂ કરે છે..જુઓ વિડીયો.

ભાજી બનાવ્યા પછી, તે હાથગાડીમાં રાખેલા પાવ ને ગરમ કરવા લાગે છે. અંતે, તે ખૂબ જ અદભૂત પ્લેટ મૂકતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગુરમીત ચઢ્ઢા નામના યુઝરે ટ્વિટર પર આ વ્યક્તિનો એક વીડિયો શેર કર્યો છે. તેમના ટ્વિટમાં, આ પાવભાજી બનાવતા યુવક ની ઓળખ મિતેશ ગુપ્તા તરીકે જણાવી હતી. જે મલાડમાં સ્ટોલ ચલાવે છે. આ વીડિયો 16 જુલાઈના રોજ શેર કરવામાં આવ્યો હતો.

આ વિડીયો લોકો ને ભાવુક કરી દેવા વાળો છે. તો અન્ય ઘણા એવા છે કે તે જીવન માં હાર મની બેસતા હોય છે તેમના માટે આ વિડીયો એક પ્રેરણા પુરી પાડતો છે. લોકો આ વિડીયો જોઈ ને આ વ્યક્તિ ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. એક હાથે તે પોતાનુઁ ગુજરાન ચલાવે છે અને સાથોસાથ તેમાં તે આગળ પણ નીકળી ચુક્યો છે. તે એક હાથે પણ કામ કરવા સક્ષમ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *