ગૌસ્વામી પરિવાર ના ચાર લોકો ને કાળ આંબી ગયો. હોસ્પિટલ બાળકી ને સારવાર અર્થે લઇ જય રહ્યા હતા ત્યાં અચાનક..
આપણા ગુજરાત માં વારંવાર અકસ્માત ની ઘટનાઓ બનતી હોય છે. લોકો ઘરે ની કંઈક કામે નીકળતા હોય છે. પરંતુ ક્યારે તેને અકસ્માત નો સામનો કરવો પડે તે કહી જ શકાતું હોતું નથી. એવો જ એક કિસ્સો હાલ એવો કરછ જિલ્લા ના નખત્રાણા તાલુકા માંથી સામે આવ્યો છે. જેમાં એક જ પરિવાર ના ચાર સભ્યો ના મૃત્યુ થતા આખા પરિવાર માં ગમગીન વાતાવરણ સર્જાયું હતું.
વધુ વિગતે જાણીએ તો, નખત્રાણા તાલુકા ના ગૌસ્વામી પરિવાર ચાર લોકો હોસ્પિટલ જતા હોય અકસ્માત ની ઘટના બની હતી. નખત્રાણા તાલુકા ના ધાવડી તાલુકા માં આવેલા દેવપર ગામ ને જોડતા માર્ગ પર સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા ગૌસ્વામી પરિવાર ના ચાર નખત્રાણા તાલુકાના ધાવડા થી દેવભરને જોડતા માર્ગ પર સોમવારે રાત્રે અકસ્માત સર્જાતા ગોસ્વામી પરિવારના એક સાથે ચાર લોકોના મૃત્યુ થયા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું કે ગોસ્વામી પરિવારના બાળકીને ખેંચની બીમારી હોય રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતા પરિવારજનો પોતાને કારને લઈને બાળકીના ઈલાજ માટે માંડવી તાલુકા ની હોસ્પિટલે જઈ રહ્યા હતા. ત્યારે પરિવારના લોકોએ રસ્તા પર સાઈડમાં પોતાની કારને પાર્ક કરી ત્યારે અચાનક પાછળથી એક ગમખ્વાર ટ્રક ફૂલ સ્પીડે આવ્યો અને આ લોકોને અડફેટે લેતા સારવાર અર્થે તે લોકો ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામનાર લોકોમાં કસ્તુરબેન દિનેશભાઈ ભારથી ગોસ્વામી (53 વર્ષ) સંગીતાબેન ચેતન ભારથી (25 વર્ષ) પરેશભાઈ ભારથી બચુ ભારતી (50- વર્ષ) મનપરતી ચેતન ભારતી (3-વર્ષ) આ અકસ્માતમાં એક માત્ર ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ થતાં પરિવારના લોકોમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે ચેતન ગોસ્વામી અને તેમના કાકા પરેશ ગોસ્વામી હોમગાર્ડ માં જવાન તરીકે ફરજ બજાવતા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક પાછળથી આવી અને સીધી કારમાં ઘુસી જતા કારના કુરચા નીકળી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!