India

ઓન ડ્યુટી પોલિસી અધિકારી એ સ્ટેજ પર ચડી ને ડાન્સર લેડી નો હાથ પકડી પકડી ને ઠુમકા લગાવતા વિડીયો થયો વાયરલ.

Spread the love

આપણા સમાજ માં યુવાનો માં ખાસ કરીને એક મોટું સપનું હોય છે તે એ હોય છે કે તે કાંતો ભારતીય સેનામા જોડાય અથવા તો પોલિસી ની ખાખી વર્દી પહેરીને લોકો ની વચ્ચે રહીને લોકો ની સેવા કરે. પરંતુ આપણા સમાજ માં ખાખી વર્દી પહેરીને કામ કરતા કેટલાક જવાનો એવા હોય છે કે, તે ક્યારેક ક્યારેક એવી હરકતો કરી બેસતા હોય છે કે, ક્યારેક ખાખી પર દાગ લાગી જતો હોય છે. હાલમાં જ એવો એક પોલીસ અધિકારી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

પ્રતાપગઢ સાંગીપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ કે જે એક સૈનિક ના તિલક સમારોહ માં પહોંચ્યા હતા. રાજેશ યાદવ કે જે તેની ડ્યુટી માં હોય તો પણ મોટા અધિકારી ની રજા લીધા વગર સૈનિક ના તિલક કાર્યક્રમ માં પહોંચતા તેણે આ સમારોહ માં ડાન્સર યુવતી સાથે ઠુમકા લગાવ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો એ આ બાબતે ગુસ્સો પ્રગટ કર્યો હતો.

વિડીયો માં જોઈ શકાય છે તેમ આ ઇન્સ્પેક્ટર લેડી યુવતી ડાન્સરો સાથે હાથ પકડી પકડી ને ઠુમકા લગાવી રહ્યો છે. અને ડાન્સ ના નશામાં એટલો બધો ખોવાય ગયો હતો કે તેને આજુબાજુ નો કોઈ ખ્યાલ રહ્યો ન હતો.આ ડાન્સ નો વિડીયો વાયરલ થતા જ એસ.પી એ આ બાબતે કાર્યવાહી કરી ને આ ઇન્સ્પેક્ટર ને સંસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એસ.પી સતપાલ અંતીલે આ બાબતે વધુ નોંધ લીધી હતી. અને તપાસ કરવા આદેશ આપ્યો હતો..જુઓ વિડીયો.

આ આખો કાર્યક્રમ ગાઝીપુર વિસ્તાર માં થયો હતો. આ બાબતે લોકો ની વચ્ચે આ પોલીસ અધિકારી ની છબી ખરડાઈ ગઈ હતી. લોકો પોલીસ ને જે નજરે જોતા હશે તે નજરે હવે આ અધિકારી ને જોશો નહીં. કારણ કે, પોલીસ ની આવી હરકત થી લોકો પણ ચોંકી ઉઠતા હોય છે. જો પોલીસ જ આવી હરકત કરે તો જાહેર જાનતા નું રક્ષણ કોણ કરે? અને આ અધિકારી ઓન ડ્યુટી આ કાર્યક્રમ માં પહોંચતા જ લોકો એ આ બાબતે ખાસ નોંધ લીધી હતી. આવ અનેક વિડીયો આપણા સમક્ષ આવતા જ રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *