India

અંબાણી પરિવાર ને ટક્કર આપવા વાળા ગૌતમ અદાણી ની સમ્પતિ એટલી બધી છે કે આંખુંય ભારત આ સંપત્તિ માં..

Spread the love

ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી ને આપણા ભારતમાં જો કોઈ ટક્કર આપતું હોય તો તે નામ છે ગૌતમ અદાણી. ગૌતમ અદાણી એવા વ્યક્તિ છે કે જેને આ બિઝનેસમાં કોઈ જ અનુભવ હતો નહીં. એટલે કે તેની પૂર્વ પેઢી પણ આ બિઝનેસમાં જોડાયેલી ન હતી. ગૌતમ અદાણી પોતાના પગ ઉપર આ બિઝનેસમાં આગળ વધ્યા અને આજે અંબાણી પરિવારને જોરદાર ને ટક્કર આપી રહ્યા છે. ગૌતમ અદાણી પાસે જેટલી સંપત્તિ છે તે જાણીને તમે લોકો પણ દંગ રહી જશો.

26 એપ્રિલ 2022 સુધીમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ લગભગ 127.7 બિલિયન અમેરિકન ડોલર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ આટલી મોટી સંપત્તિ ધરાવનાર ગૌતમ અદાણી એ વોરેન બેફેને ને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણી ને ખૂબ મોંઘા મોંઘા શોખ છે. જેમાં ગૌતમ અદાણી પાસે એક લાલ કલરની ફરારી ગાડી છે. જેની કિંમત ત્રણ કરોડથી પાંચ કરોડ સુધીની છે. ગૌતમ અદાણીએ પોતાના ગેરેજમાં કેટલી લક્ઝરીયસ કરોડો કરોડોની કારો રાખેલી છે.

ગૌતમ અદાણી ફેબ્રુઆરી 2020 માં એક મોટી સંપત્તિ ખરીદી હતી. જેમાં 3.4 એકરની આસપાસ આ પ્રોપર્ટી ની કિંમત 400 કરોડથી પણ વધારે છે. ગૌતમ અદાણી પાસે પોતાના પ્રાઇવેટ પ્લેનો અને પોતાના પ્રાઇવેટ હેલિકોપ્ટર છે. ગૌતમ અદાણીને જો કોઈ નજીકને મિટિંગમાં જવું હોય તો તે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં બેસીને જ મિટિંગમાં જતા હોય છે. દુનિયાના મોટા મોટા બિઝનેસમેનની જેમ જ ગૌતમ અદાણી પાસે ખૂબ મોંઘા પ્લેન છે. આ પ્લેન ની વાત કરવામાં આવે તો તેમાં ફક્ત આઠ યાત્રીઓ સવાર થઈ શકે છે. ગૌતમ અદાણી પાસે રહેલા હેલિકોપ્ટરની વાત કરવામાં આવે તો તેમાં અગસ્તા વેસ્ટ લેન્ડ એ ડબલ્યુ વન થ્રી નાઈન છે.

આ હેલિકોપ્ટર સામાન્ય હેલિકોપ્ટર જેવા હોતા નથી. આમાં પેસેન્જર ને બેસવા માટે 15 સીટો હોય છે. આ હેલિકોપ્ટર બે એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ હેલિકોપ્ટર ની સ્પીડ ની વાત કરવામાં આવે તો 310 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી તે ઉડી શકે છે. સમાચારો પ્રમાણે જાણવા મળ્યું કે ગૌતમ અદાણીએ આ હેલિકોપ્ટર ખરીદવા માટે પણ 12 કરોડ રૂપિયા જેટલા ખર્ચ કર્યો હતો. આમ ગૌતમ અદાણી ખૂબ મોંઘી મોંઘી સંપત્તિના માલિક છે. થોડા સમય પહેલા ગૌતમ અદાણીએ મુકેશ અંબાણી ને પાછળ છોડીને ભારતના સૌથી ધનાઢ્ય તે વ્યક્તિ થઈ ચૂક્યા હતા. આમ ગૌતમ અદાણી પોતે પોતાના પગ પર ઉભા થઈને આ લેવલ સુધી પહોંચી શક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *