ભારત-પાકિસ્તાન મેચ માં પાકિસ્તાન ની હાર થતા અફઘાનિસ્તાન માં દિવાળી જેવો માહોલ સર્જાયો..જુઓ વિડીયો.
આપણા ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત હોય તો તે ક્રિકેટ છે. આપણા ભારતની ગલી ગલી માં લોકો ક્રિકેટ રમતા જોવા મળે છે. એમાં પણ જ્યારે આપણા ભારતમાં ipl ની સિઝન આવે ત્યારે લોકો ટીવી સામુ થી ઉભા થતા હોતા નથી. એવામાં જ્યારે વર્લ્ડ કપ અથવા તો એશિયા કપ શરૂ થતું હોય ત્યારે ભારતની સામે જ્યારે પાકિસ્તાન દેશની ટક્કર થતી હોય ત્યારે તો લોકોની ઓફિસોમાં અને પણ રજાઓ પાડી દેવામાં આવતી હોય છે.
અથવા તો મોટા મોટા પ્રોજેક્ટર જાહેર રોડ રસ્તા પર લગાવવામાં આવતા હોય છે. અને લોકો મેચ જોવા માટે ઉત્સાહિત થતા હોય છે. એવામાં હાલમાં જ એશિયા કપ ની શરૂઆત થતા પ્રથમ મેચ જ ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચે રમાઇ હતી. એવામાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટ થી કપરી હાર આપી હતી. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીતનો હીરો એવો હાર્દિક પંડ્યા રહ્યો હતો. ભારત અને પાકિસ્તાનની મેચ હોય એટલે માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વમાં લોકો નિહાળતા હોય છે.
એવામાં અફઘાનિસ્તાન દેશનો એક અનોખો વડીયો સામે આવ્યો છે. જેમાં અફઘાનિસ્તાનના લોકો ભારત દેશની જીત થતા જ અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન ની મેચ પૂરી થઈ ત્યારે જીતના હીરો એવા હાર્દિક પંડ્યા ટીવી સ્ક્રીન પર આવતા જ અફઘાનિસ્તાનનો એક યુવક ટીવીની સામે ઊભો રહીને હાર્દિક પંડ્યાને કિસ કરતો જોવા મળે છે. અને અને ભારત દેશની જીત થતા ખુશી થી તાળીઓ પાડવા લાગે છે..જુઓ વિડીયો.
Congratulations to all our brothers. Indians And Afghans🇦🇫🇮🇳. We the people Afghanistan celebrating this victory with or friend country indian people. #India #ViratKohli𓃵 #pandya #INDvsPAK pic.twitter.com/FFI5VvKE0d
— A H (@YousafzaiAnayat) August 28, 2022
આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહ્યો છે. લોકો આ વિડીયો જોઈને ખૂબ જ પ્રેમ વર્ષાવી રહ્યા છે. અને અવનવી કોમેન્ટો કરતા જોવા મળે છે. ભારત દેશમાં ipl ની સિઝન શરૂ થતી હોય ત્યારે પણ લોકો પોતપોતાનું બધું જ કામ મૂકીને ipl જોવાના સમયે ટીવીની સામે બેસી જતા હોય છે. ભારતમાં બધી રમતો રમાતી હોય છે. પણ લોકોને ક્રિકેટ ખૂબ જ પ્રિય હોય છે. નાનપણથી જ લોકો ગલી ગલીમાં બેટ દડા લઈને ક્રિકેટ રમવાનું શીખી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!