કિંજલ દવે થી માંડી માયાભાઈ આહીર સુધી વર્ષો પહેલા કેવા દેખાતા ! તસ્વીરો જોઈ ઓળખી પણ નહી શકો..જુઓ તસવીરો
ગુજરાતી સંગીતની દુનિયામાં અનેક ખ્યાતનામ કલાકારો છે. આજે તમામ કલાકારો વૈભવશાળી જીવન જીવી રહ્યા છે તેમજ તેમનો લુક પણ પહેલા કરતા ઘણો બદલાય ગયો છે. કહેવાય છે ને કે, સમયની સાથે બધું બદલાય છે. ભલે માણસનો સ્વભાવ કે વર્તન ન બદલાય પરંતુ તેની રહેણી કહેણી અને પહેરવેશ બદલાય જાય છે. આજે આપણે એવા જ કલાકારની વાત કરીશું જે આજે ખૂબ જ બદલાઈ ગયા છે.
માયાભાઈ આહીર : એક સમયે માયાભાઈ આહીર ગામે ગામ વાહન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા પરંતુ જ્યારથી તેઓ લોકપ્રિય કલાકાર બન્યા છે, ત્યારથી તેમનું જીવન અને દેખાવ પણ બદલાય ગયો છે.
કીર્તિદાન ગઢવી : કીર્તિદાન ગઢવીનું જીવન પણ પહેલા અત્યંત દયનિય હતું પરંતુ જ્યારથી તેમના જીવનમાં વળાંક આવ્યો, ત્યારથી જ તેમનું જીવન ખૂબ જ વૈભવશાળી બનતા તેઓ પણ આજે બોલીવુડના હીરો જેવા લાગે છે.
દેવાયત ખવડ : એક સમયે સામન્ય વ્યક્તિની જેમ ડાયરા સાંભળનાર આજે ભલે જેલમાં હોય પરંતુ તેમની લોકપ્રિયને કારણે ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે અને તેનો દેખાવ અને પહેરવેશ પહેલા કરતા બદલાય ગયો છે.
ગમન સાંથલ : ગમન સાંથલ બાળપણથી જ ભુવાજી છે અને તેઓ માતા દીપેશ્વરિના પરમ ઉપાસક છે, તેમની મહેરથી સંગીત ક્ષેત્રે નામના મેળવી અને વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.
રાજભા ગઢવી : ગીરના નેહમાં રહેનાર રાજભા ગઢવીનું જીવન એક સામન્ય વ્યક્તિ જેવું હતું પરંતુ ડાયરાએ તેમના જીવનને અને તેમને બદલી નાખ્યા.
જીગ્નેશ ( કવિરાજ ) કવિરાજ પણ એ સામાન્ય માણસની જેમ જ જીવન જીવનાર હતા પરંતુ તેમનું નસીબ પણ સંગીતના કારણે બદલાયું અને આજે તેઓ ખૂબ જ મોર્ડન જીવન જીવી રહ્યા છે.
કિંજલ દવે : ગુજરાતની કોયલ ગણાતી કિંજલ દવે એક સમયે સાવ સામાન્ય છોકરી જેવી લાગતી હતી પરંતુ લોકપ્રિય ગાયક કલાકાર બનતા જ હવે બોલિવૂડની હિરોઈન જેવું જીવન જીવે છે.
ગીતા રબારી : કચ્છના રણ જેવું જ ગીતાબહેનનું જીવન હતું પરંતુ સંગીતનો સુર રેલાતા જ તેમના જીવનમાં પણ વૈભવનો વરસાદ થયો અને આજે ખૂબ જ મોર્ડન જીવન જીવી રહ્યા છે. ખરેખર પૈસો માણસને ઘણો બદલી નાંખે છે.