ગદર 2 ની 500 કરોડ ની કમાણી થતાં ફિલ્મ ની ટીમે શાનદાર રીતે જશ્ન મનાવ્યું , જ્યાં સની દેઓલ અને અમીષા પટેલ એ લૂતી મહેફિલ
સની દેઓલ અને અમીષા પટેલ ની ફિલ્મ ‘ ગદર 2 ‘ હાલમાં બધા રેકોર્ડ તોડીને સફળતાની સીડી ચડતી નજર આવી રહી છે. ફિલ્મ એ ફેંસ ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે આ સાથે જ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરીને એક ઇતિહાસ રચી નાખ્યો છે. ફિલ્મની સફળતાને જોતાં દરેક બાજુ જશ્ન નો માહોલ જોવા મળી આવ્યો છે. 500 કરોડ ક્લબ માં શામિલ થયા બાદ ફિલ્મ ની ટીમે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું જેમાં સની દેઓલ, અમીષા પટેલ , મનીષ વાધવા, ઉત્કર્ષ શર્મા સહિતના ઘણા સ્ટાર્સ એ ભાગ લીધો હતો.
ગદર 2 ની પૂરી કાસ્ટ અને ક્રૂ આ સમયે ફિલ્મની જબરદસ્ત સફળતા થી ઉત્સાહમાં છે. ગદર 2 હિન્દી સિનેમા જગત ની સૌથી મોટી બ્લોકબ્લાસ્ટર ફિલ્મો માની એક બની ગઈ છે. અનિલ શર્મા નિર્દેશિત આ ફિલ્મ એ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ફિલ્મની સફળતાને જોતાં ગદર 2 ની ટિમ મુંબઈ માં એક વધુ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી ની પાછળનું કારણ હતું સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ એ ભારતીય સિનેમા માં શાનદાર 500 કરોડ ક્લબ માં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો.
આમ તો આ ફિલ્મની સફળતા પર ઘણી પાર્ટીઓ થઈ ચૂકી છે પરંતુ આ પાર્ટી ખાસ હતી કેમકે આ નવીનતમ પાર્ટીમાં માત્ર ફિલ્મના કલાકાર અને ક્રૂ સભ્યો જ શામિલ હતા. આ પાર્ટીનું જશ્ન બહુ જ ખાસ હતુ અને સ્ટારો પણ પોતાના શાનદાર સ્ટાઇલિસ્ટ અંદાજમાં આ પાર્ટી નો હિસ્સો બનયા હતા. સની દેઓલ અને અમીષા પટેલ એ પાર્ટી ની માટે પેપરાજી સાથે વાતચીત કરી અને પોઝ પણ આપ્યા હતા, જે દરમિયાન બંન્ને સાથે બહુ પ્યારા પણ લાગી રહ્યા હતા. હાલમાં આ પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે .
આ પાર્ટી માટે સની દેઓલ કેજ્યુયલ લૂકમાં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા ત્યાં જ અમીષા પટેલ ને હાઇ સ્લિત બ્લેક ગાઉન માં પોતાની ખૂબસૂરતી નો જલવો વિખેરી રહી હતી. બંને 500 કરોડ ના સ્ટેડ ની સાથે પોઝ આપી રહ્યા હતા. પાકિસ્તાની જનરલના રોલથી તારા સિંહની મુશ્કેલીઓમાં વધારો કરનાર અભિનેતા મનીષ વાધવા પણ ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેઓ પત્ની પ્રિયંકા સાથે પહોંચ્યા હતા.
તેમના સિવાય પ્રખ્યાત અભિનેતા ગૌરવ ચોપડા કે જેમણે ‘ગદર 2’ માં કેમિયો કર્યો હતો, તેમણે પણ તેમની હાજરી સાથે સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી.ફિલ્મમાં તારા સિંહ અને સકીનાના પુત્ર ચરણજીતની ભૂમિકા ભજવનાર અભિનેતા ઉત્કર્ષ શર્મા પણ પાર્ટીમાં જોવા મળ્યો હતો. તે બ્લુ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. આ દરમિયાન તેણે તેના પિતા અને ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સાથે પોઝ આપ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!