ડોલરના ઢગલા વચ્ચે ગીતા રબારીએ અમેરીકા ડોલાવ્યુ જુઓ તસવીરો આ કાર્યક્રમનો ખાસ ઉદેશ જાણી ગર્વ અનુભવશો
મિત્રો આપણે સૌ જાણીએ કે આપણા ગુજરાતી લોકો આખા દેશ અને વિદેશ માં ઠેર ઠેર વસે છે ગુજરાત ના લોકો વિશ્વ ના જે દેશ માં વસે છે ત્યાં સેવા કાર્ય માં અને ત્યાંના વિકાસ માં અને ખાસ કરીને ધંધા ઉદ્યોગ માં પણ ફાળો આપે છે. જેઓ આખા વિશ્વ માં હોવા છતા પણ પોતાના દેશ અને દેશ વાસીઓ ના વિકાસ માટે કામ કરે છે.
આપણા દેશ ના લોકો જેટલા પૈસા વાળા છે તેટલા જ સેવાભાવી પણ છે. હાલમાં આવા જ એક નેક ઇરાદે અમેરિકામાં ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ કાર્યક્રમ નું આયોજન અમેરીકા ડલાસ વિસ્તાર માં રહેતા સુરતના ગુજરાતી લેઉવા પટેલ સમાજના અમેરિકામાં વસતા ચંદ્રકાન્તભાઈ પટેલ તથાં ઝેનભાઈ પટેલે કાર્યક્રમ યોજ્યો હતો.
આ કાર્યક્રમ માંથી પૈસા મેળવવાનો ખાસ ઉદેશ પીડિત લોકોને મદદ કરવાનો છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ સ્તર પર કેવો માહોલ છે રશિયા અને યુક્રેન યુદ્ધ ચરમસીમા પર છે. આ યુધ્ધ ના કારણે વિશ્વ નો હાલ બેહાલ થઈ ગયો છે જેમાં અનેક લોકો ના મોત થયા છે અને અનેક લોકોએ પોતાના ઘર જમીન જાયદાત ખોઈ બેઠ્યાં છે આ કાર્યક્રમ યોજી આવા લોકોને મદદ કરવાનો ઈરાદો છે.
આ નેક કાજ ને લઈને જ્યારે કચ્છી કોયલ ને જાણ કરવામાં આવી ત્યારે તેમણે પણ આ સમાજ સેવાના કામ માં જોડાયા અને એક ભવ્ય લોક ડાયરાનુ આયોજન થયું જેમાં ગીતા રબારી પર ડોલર ની વર્ષા કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત 2 કરોડ 25 લાખ રૂપિયા મેળવવામાં આવ્યા અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવામાં આવી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.