વટ છે ગીતાબેન રબારીનો ! ‘ગોગો ગોગો મારો’ ગીત ગાયું તો ફોરેનરો સ્ટેજ પર જ જુમી ઉઠ્યાં..જુઓ આ વિડીયો
ગુજરાતનો કયો એવો વ્યક્તિ હશે કે ગીતાબેન રબારીને નહીં ઓળખતુ હોય, કચ્છી કોયલના નામનીથી જાણીતા એવા ગીતાબેન રબારીએ પોતાની ગાયકીથી આખા ગુજરાતની અંદર પોતાનું સારું એવું નામ કમાય લીધું છે. હાલ તમે જોયું જ હશે કે ગીતાબેન ફક્ત પોતાના ભજનના પ્રોગ્રામો ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ કરી રહ્યા છે, આની પરથી જ કહી શકાય કે ગીતાબેન રબારીની ફેન ફોલોવિંગ કેટલી વધારે હશે.
ગીતાબેન રબારીના સંઘર્ષ વિશે જો વાત કરવામાં આવે તો તેઓએ નાના ડાયરાથી શરૂઆત કરી હતી અને હાલ આવું વિશિષ્ટ મુકામ હાંસલ કરી લીધું છે, તેમના તમામ ગીતો લોકોને ખુબ વધારે ગમે છે, ગીતાબેન રબારીના ગીતો જેવા કે ‘શેરમાં શેરમાં’,’લેરી લા લા’ જેવા અનેક ગીતો લોકોને ખુબ પસંદ આવ્યા હતા, તમે જોયું જ હશે કે હાલના સમયમાં આવા તમામ ગીતો ડીજેમાં પણ વાગતા હોય છે જેના પર લોકો ડાંસની રંગત જમાવતા હોય છે.
એવામાં હાલના સમયમાં ગીતાબેનનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓની સાથે ફોરેનરો જોવા મળી રહયા છે. આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ વિડીયો કોઈ પ્રોગ્રામનો છે જેમાં ફોરેનરોએ પોતાની હાજરી આપી હતી અને ડાયરાની મોજ માણી હતી.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ત્રણ ફોરેનનના યુવકો સ્ટેજ પર ચડીને ગીતાબેનના ગીતો પર એકદમ જબરો ડાંસ કરી રહ્યા છે, આવું દ્રશ્ય જોઈને સૌ કોઈ મોજમાં જ આવી.આ ફોરેનર યુવકો સાથે ગીતાબેને પણ તાલ મેળવીને ડાંસ કર્યો હતો. ખરેખર ગુજરાતના લોકોમાં તો ગીતાબેનનો વટ પડે જ છે પરંતુ સાથો સાથ વિદેશમાં ગીતાબેન રબારીનો આટલો જ ક્રેઝ છે.