IndiaNational

સોના અને ચાંદી ના ભાવો માં ફરી જોવા મળ્યો ફેરફાર હવે તમારે આ કિંમતી ધાતુઓ ખરીદવા માટે આટલા રૂપિયા ખરચવા પડશે…….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હવે દિવાળી નો સમય પૂરો થઈ ગયો છે આ સમય ગળામાં ઘણા લોકોએ સોનુ અને ચાંદી ખરીદયુ હતું પરંતુ જયારે હવે આ તહેવાર નો સમય પૂરો થઈ ગયો છે તેવા સમય માં સોના અને ચાંદી ના ભવોમા ફરી ફેરફાર જોવા મળ્યો છે. આપણે સૌ આ બંને કિંમતી ધાતુ ના મુલ્ય અંગે જાણીએ છીએ જેને કારણે લોકો આવી ધાતુ ખરીદવા નો આગ્રહ રાખતા હોઈ છે જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારાં માટે છે.

જો વાત પીળી ધાતુ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે સોમવારે સોનાના ભાવમાં થોડો ઘટાડો નોન્ધયો હતો. જયારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે આજે કોમેક્સ પર સોનાની કિંમતમાં 0.08 ટકાના ઘટાડા જોવા મળ્યો હતો જેના લીધે ભારતીય સરાફા બજારો માં પણ સોના ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

જો વાત સરાફા બજાર માં સોના ના ભાવો અંગે કરીએ તો અહીં આજે સોનાના ભાવોમા ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે સોનાના 10 ગ્રામની કિંમત 47 હજાર રૂપિયા જોવા મળી હતી. જો વાત આગલા સમય ની કરીએ તો છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હીના સરાફા બજાર માં સોનું દરેક 10 ગ્રામ માટે 47,012 રૂપિયા પર બંધ થયું હતું.

જો વાત બીજી અમૂલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જો વાત પાછલા સમય ગાળા અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હીના સરાફા બજાર માં ચાંદીનો ભાવ રૂ.63,046 દરેક કિલો માટે પર બંધ રહ્યો હતો.

આમ ભાવોના ફેરફાર બાદ સોમવારે દિલ્હી સરાફા બજાર માં સોનાના ભાવ માં દરેક 10 ગ્રામ માટે 8 રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતા વાળા 10 ગ્રામ ના સોનાનો ભાવ 47,004 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જયારે વાત ચાંદી અંગે કરીએ તો અહીં ચાંદીના ભાવમાં આજે વધારો નોન્ધયો હતો. જેના કારણે સોમવારે અહિ ચાંદીનો ભાવ દરેક કિલોગ્રામ માટે રૂ. 63,262 પર બંધ થયો હતો. આમ ચાંદી ના ભાવ માં દરેક કિલોગ્રામે રૂ. 216 નો વધારો થયો હતો.

હવે જો વાત વિશ્વ બજાર અંગે કરીએ તો આજે વિશ્વ બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોન્ધયો હતો. જેના કારણે અહીં સોની 1,816 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયુ હતુ. જ્યારે અહીં ચાંદીનો ભાવ 24.19 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત રહ્યો હતો. જો વાત સોનાના ભાવ માં ઘટાડા અંગે કરીએ તો જાણકારોના જણાવ્યા પ્રમાણે ફોરેક્સ માર્કેટમાં આજે સવારે ડોલર સામે રૂપિયો 27 પૈસાની મજબૂતી સાથે 74.19 ના સ્તર પર પહોંચી ગયો હતો. જેના કારણે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *