નવા વર્ષમાં પણ સોનાના ભાવોથી ખરીદનાર ખુશ આજે આટલો ઘટ્યો ભાવ…..
મિત્રો એક બાજુ જ્યાં દેશમાં ફરી લગ્નની સિઝન જમવા જઈ રહી છે. ત્યારે બીજી બાજુ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં સોનું અને ચાંદી ખરીદવા ઇચ્છુક લોકો અવઢવમા છે. મિત્રો આપણે સૌ આ બંને અમૂલ્ય ધાતુ ખરીદવા માંગીએ છિએ. તેવામાં આ નવું વર્ષ સોનું ચાંદી ખરીદવા માંગતા લોકો માટે હરખનો માહોલ સર્જી રહ્યું છે. તો ચાલો આપણે અહીં આજના સોના અને ચાંદી ના ભાવો અંગે માહિતી મેળવીએ.
મિત્રો જણાવી દઈએ કે આજે સરાફા બજાર માં સોના અને ચાંદી બંનેની કિમતો માંઘટાડો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે સોનાનો ભાવ 10 ગ્રામ માટે ગુરુવારે 47832 રૂપિયા હતો આ ભાવ શુક્રવાર ના રોજ 47583 રૂપિયા જોવા મળ્યો હતો એટલે કે સોનાના ભાવ માં 249 રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત જો વાત બીજી અમુલ્ય ધાતુ ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે ગુરુવારે ચાંદી નો ભાવ રૂપિયા 60435 પ્રતિ કિલોગ્રામ હતો. આ ભાવ શુક્રવાર ના રોજ 59991 રૂપિયા નોંધાયો હતો એટલે કે ચાંદી ની ચમક 444 રૂપિયા પ્રતિ કિલો ફિકિ પડી હતી.
આ ઉપરાંત જો વાત સોનાની અલગ અલગ ગુણવતા માટે તેના ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે શુક્રવાર ના રોજ 24 કેરેટ અને 10 ગ્રામ સોનાનો ભાવ 47583 રૂપિયા હતો, આ ભાવ 23 કેરેટ માટે રૂપિયા 47392 જોવા મળ્યો હતો. જો વાત 10 ગ્રામ અને 22 કેરેટ અંગે કરીએ તો તે માટે સોનાનો ભાવ 43586 રૂપિયા રહ્યો હતો. આ ભાવ 18 કેરેટાતે રૂપિયા 35687 હતો.
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.