Gujarat

ગુજરાત ની જનતા માટે ખુશી ના સમાચાર ! અંબાલાલે કહ્યું કે, આ તારીખે ગુજરાત ફરી વરસાદી પાણી થી જળબમ્બાકાર થશે..

Spread the love

ગુજરાત માં ફરી વરસાદી માહોલ જોર પકડેલું જોવા મળે છે. ગુજરાત માં ફરી પાછો વરસાદી માહોલ જામી ચુકેલો છે. છેલ્લા ઘણા સમય થી ગુજરાત માં બફારા નું પ્રમાણ યથાવત જોવા મળતું હતું. એવામાં ફરી પાછું વરસાદે ગુજરાત માં એન્ટ્રી કરી છે. ઠેર ઠેર વરસાદી માહોલ જામી ચુકેલો છે. એવામાં હવામાન વિભાગે ફરી ગુજરાત માં ધોધમાર વરસાદ ની આગાહી કરી છે.

હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા અનુસાર આગામી 17 તારીખ થી 21 તારીખ સુધી બંગાળાની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના સાથે ધોધમાર વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે. આ સાથે જ આગાહી કરી કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, કચ્છ વગેરે જિલ્લા તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગ,ર દ્વારકા મંદિરમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે.

જ્યારે સ્માર્ટ સિટી અમદાવાદમાં પણ હળવા થી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે. ગુજરાતના લોકો સાતમ આઠમની રજામાં વરસાદની માહોલ માણી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. સાથો સાથ હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવેલી છે. વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાય ચૂક્યો છે.

કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદના થવાના કારણે ખેડૂતો પણ ચિંતાતુર થઈ રહ્યા હતા. કારણ કે ચોમાસુ પાકને જો પાણી ન મળી રહે તો ખેડૂત ને ખૂબ જ નુકસાન થવાની ભીતિ હોય હવે વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં આનંદનો વાતાવરણ છવાયેલો છે. આમ સાતમ આઠમની રજામાં કેટલાક પ્રવાસીઓ બહાર ફરવા નીકળી જતા હોય છે. એવામાં તેના પ્રવાસમાં વરસાદ વિઘ્ન રૂપ સાબિત થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *