મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ની ધરા શુરવીરો ની ધરાની સાથે સાથે સંતો અને સુરો ની પણ ધરા છે આપણે સૌ જાણીએ છીએ કે આખા દેશમાં અને દુનિયામાં ગુજરાતી સંગીત પોતાની આગવી ઓળખ ધરાવે છે અને લોકોને ગુજરાતી સંગીત ઘણું પસંદ પણ આવે છે. લોક દ્વારા ગુજરાતી લોક ગીત અને ડાયરા, ઉપરાંત ભજનો અને પ્રભાત્યા આખ્યાનો વગેરે બાબતો ઘણી જ પસંદ આવે છે તેવામાં સૌથી વધુ લોકો ગુજરાતી સંગીતના તાલે ઝૂમી ઉઠે છે.
લોકો દ્વારા ગુજરાતી સંગીત અને ગુજરાતી સંગીતકારો ને પણ ઘણો પ્રેમ અને સન્માન આપવામાં આવે છે આપણે અહી આવાજ એક ભવ્ય લોક ડાયરા વિશે વાત કરવાની છે કે જે હાલમાં ઘણો ચર્ચામાં છે આ ડાયરામાં દેવાયત ખવડ અને રાજભા ગઢવીએ લોકોને પોતાની તાલ પર નાચવા માટે મજબુર કર્યા હતા.
આપણે સૌ જાણીએ છીએ કે દેવાયત ખવડ અને રાજભા દેશ વિદેશમાં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે તેમના અવાજના ચાહકો આખા વિશ્વ માં છે તેવામાં જયારે પણ આ કલાકારો ના ડાયરાનું આયોજન થઇ કે દરેક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવે છે હાલમાં આપણે સૌ જાણીએ છીએ કે રામ નવમી નો સમયગાળો ચાલી રહ્યો છે.
તેવામાં લોકોને જ્ઞાન અને સાચો માર્ગ બતાવવા માટે અનેક જગ્યાએ સપ્તાઓ અને સંતવાણી ના કાર્યક્રમો નો આયોજન કરવામાં આવે છે હાલમાં રાજકોટ માં પણ શાપર પાસે આવેલા વાળીધરીમાં પણ સપ્તા ચાલી રહી છે તેવામાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવાયત ખવડ અને રાજભા ગઢવીએ લોકોને પોતાના અવાજના જાદુથી નચાવ્યા હતા.
આપણે સૌ જાણીએ છીએ કે પહેલાથીજ સૌરાષ્ટ્રની ધરા માનવતા યુકત અને ગૌ ભક્ત રહી છે તેવામાં ગાયને લઈને અનેક ફાળોમાં પણ સૌરાષ્ટ્ર ની પ્રજા આગળ રહે છે તેવામાં આ લોક ડાયરા સમયે જોતજોતામાં દેવાયત ખવડ અને રાજભા ગઢવી પર ૫૦૦ રૂપિયાનો એવો વરસાદ થયો કે એક જમીન શોધવી મુશ્કેલ થઇ જણાવી દઈએ કે આ રકમ ગૌ દાન માટે આપવામાં આવશે થોડા સમય પહેલા જ અલ્પા પટેલ પણ આવાજ એક ડાયરામાં જોડાયા હતા અને તેમના પર પૈસાનો વરસાદ થયો હતો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.