India

જાણો આ પક્ષિ વિશે કે જે ક્યારે પણ જમીન પર આવતું નથી જેની પાછળ નું રહસ્ય…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી દુનિયા ઘણી જ સુંદર છે. અહીં વિવિધ સ્થળો એવા છે કેજે આપણી આંખને જોવા ગમે છે. જ્યારે અમુક નજરાઓ લોકોનું મન મોહીલે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય એક જ નથી કે જે આ પૃથ્વી પર રહે છે. પરંતુ તે સિવાય અન્ય ઘણા પશુ પક્ષિ કે જીવો છે. કે જેઓ અહીં વસવાટ કરે છે. મિત્રો આ તમામ જીવો પૈકી અમુક જીવ પાલતુ તો અમુક ખૂંખાર હોઈ છે.

જો કે કુદરત દ્વારા અનેક સારા જીવો બનાવવામાં આવ્યા છે. અને દરેક જીવને કંઈક ને કંઈક અસામાન્ય વસ્તુઓ પણ આપી છે. જેમકે અમુક ના શરીર નો આકાર અમુક નો રંગ અવાજ વગેરે. મિત્રો આવા જીવો ને જોવા માટે લોકો ઘણી મહેનત કરે છે. જો કે અમુક જીવ એવા પણ હોઈ છે કે જેમને જોવા ઘણા મુશ્કેલ હોય છે. આપણે અહીં એક એવાજ પક્ષિ વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભગવાને પક્ષિઓ ને ઉડવાની તાકાત આપી છે. જો કે આ પક્ષિ પણ ઉડીને પાછા જમીન પર બેસી જાય છે. પરંતુ આપણે અહીં જે પક્ષિ વિશે વાત કરવાની છે તે ક્યારે પણ જમીન પર બેસતું નથી. મિત્રો આપણે અહીં દેખાવ માં ઘણું જ સુંદર અને જેનો અવાજ ઘણો જ મધુર છે તેવા લીલા કબૂતર વિશે વાત કરવાની છે.

મિત્રો જો વાત આ પક્ષિ વિશે કરીએ તો જણાવી દઈએ કે આ પક્ષિ તે મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી માનવામાં આવે છે, આ પક્ષિને મરાઠીમાં હરોલી અથવા હરિયાલ કહેવામાં આવે છે. આ પક્ષિ મુખ્યત્વે ભારત માં જોવા મળે છે ઉપરાંત આ પક્ષિને શ્રીલંકા અને નેપાળ ઉપરાંત પાકિસ્તાન, ચીન અને બર્મા જેવા દેશોમાં જોવા મળે છે.

જો વાત આ પક્ષીના શરીરીક દેખાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ પક્ષિ નો રંગ આછો લીલો, રાખોડી કે પીળો હોય છે, જ્યારે તેના પગ ઘેરા પીળા હોય છે. જણાવી દઈએ કે હરિયાલ પક્ષીની પ્રજાતિમાં નર પક્ષિ અને માદા પક્ષિ એકસરખા જ દેખાય છે. જો વાત આ પક્ષિના જીવન અંગે કરીએ તો તેનું આયુષ્ય 26 વર્ષ સુધીનું જ હોય છે.

આ ઉપરાંત જો વાત આ પક્ષીના કદ અંગે કરીએ તો આ પક્ષિના શરીરની સરેરાશ લંબાઈ 3 સેમી સુધીની હોય છે, જેના પગ ખૂબ નરમ હોય છે. જો કે તેના રૂપ ના કારણે શિકારીઓ દ્વારા આ પક્ષિ નો મોટા પ્રમાણમાં શિકાર કરવામાં આવે છે જેના કારણે આ પક્ષિ માણસોથી ડરે છે.

જણાવી દઈએ કે આ પક્ષિ ક્યારે પણ એકલું હોતું નથી તમે આ પક્ષિ ને તમે 5 થી 10 પક્ષીઓના ટોળામાં જ જોવા મળે છે, જેનો અવાજ ખૂબ જ મધુર છે. આ પક્ષી સીટી વગાડે છે, જે જંગલમાં સંપૂર્ણપણે અલગ અને મધુર છે. જો વાત આ પક્ષિના ખોરાક અંગે કરીએ તો જણાવી દઈએ કે આ પક્ષિ સંપૂર્ણ શાકાહારી છે. આ પક્ષિ આહારમાં આલુ, ચિરોંજી, જામુન અને પાકેલા ફળ ખાવાનું પસંદ છે.

જો વાત તેના જમીન પર પગ ના મૂકવા બાબતે કરીએ તો પહેલા જણાવ્યું તેમ આ પક્ષિ ક્યારે પણ જમીન પર પગ મૂકતું નથી. જેની પાછળ નું કારણ આ પક્ષિનિ આળસ છે. મિત્રો આ પક્ષિ એવા ઝાડ પર માળો બનાવે છે, જ્યાં તેની ખાવા-પીવાની તમામ જરૂરિયાતો પૂરી થાય છે. આવી સ્થિતિમાં હરિયાલ પક્ષીને ક્યારેય જમીન પર પગ મૂકવાની જરૂર નથી પડતી, આ પક્ષી એક ઝાડ પરથી બીજા ઝાડની ડાળી પર બેસીને ઊંચાઈએથી આસપાસનો નજારો નિહાળે છે. જો કે આ પક્ષિ શાકાહારી છે માટે અન્ય પક્ષિઓનિ જેમ્ તે જમીનમાંથી જંતુઓ ખાવા માટે જમીન પર આવતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *