ગ્રીષ્માની હત્યાને લઈને કાર્યવાહી ઝડપી બની કોર્ટમાં હાજર થયા સાક્ષી જયારે બચાવ પક્ષના વકીલે..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી લોકો ગ્રીષ્મા ની હત્યાને લઈને રોષમાં હતા અને લોકોની ઈચ્છા હતી કે ગ્રીષ્મના હત્યારા ફેનીલને ઝડપી અને કડક સજા મળે. જોકે જણાવી દઈએ કે હવે આ મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. અને કોર્ટમાં પક્ષ અને સામે પક્ષ બંને ના વકીલો એક બીજાની દલીલો આપી રહ્યા છે. અને પુરાવા ની તપાસ તથા ઉલટ તપાસ કરી રહ્યા છે. ત્યારે હાલમાં આ કેશને લઈને નવી માહિતી મળી રહી છે.
જણાવી દઈએ કે ગ્રીષ્મા હત્યાને લઈને કાલે ૧૮ લોકોની જુબાની લેવામાં આવી હતી. જેને લઈને સરકારી વકીલે સર તપાસ જયારે બચાવ પક્ષના વકીલે ઉલટ તપાસ કરી હતી. જે આજે પણ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ફેનિલ વિરુધ્ધ દાખલ કરેલ ચાર્જશીટમાં કામરેજ પોલીસ દ્વારા ફેનિલ સામે 2500 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આ ચાર્જશીટમાં 23 પંચનામાં અને 190 સાક્ષી ઉપરાંત 188 દસ્તાવેજી પુરાવા સાથો સાથ મેડિકલનો પુરાવો અને ફોરેન્સિક પુરાવો તથા ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
જે પૈકી હાલમાં ૧૯૦ સક્ષીઓને લઈને ચકાસણી ચાલી રહી છે. જોકે પહેલા બચાવ પક્ષ દ્વારા કોર્ટને કરવામાં આવેલ મેન્ટલી અનસાઉન્ડ ની અરજીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત ટ્રાયલમાં ૨૦ થી ૨૫ સક્ષીને બદલે ઓછા સક્ષીઓનો જુબાની લેવાની અરજી પણ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવી હતી જેને પણ માન્ય રાખવામાં આવી નથી. જણાવે દઈએ આજે ૮ પંચનામા ૧૬ સક્ષીની જુબાની લેવામાં આવી. જે બાદ વધુ કાર્યવાહી કાલે આગળ જશે.
શું હતો બનાવ… સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીનો છે એક ગ્રીષ્માં વૈકરીયા નામની યુવતી રહેતી હતી. કે જેને છેલ્લા ૧ વર્ષથી ફેનિલ પંકજ ગોયાણી નામનો એક તરફી પ્રેમી હેરાન કરતો હતો. એક દિવસ ફેનિલ ગ્રીષ્મા ના ઘરે ગયો અને ત્યાં જઈને તેને હેરાન કરવા લાગ્યો. જો કે ગ્રીષ્મા ના કાકાએ ફેનિલ મેં ઠપકો આપતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા પર ચાકુ વડે હુમલો કર્યો. આ સમયે ગ્રીષ્મા નો ભાઈ કાકા ને બચાવવા જતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા અને ભાઈ બંને ને ગંભીર રીતે ઘાયલ કર્યા. જે બાદ ગ્રીષ્મા તેમનેબચવવા આવતા ફેનિલે તેને પણ બાથ માં લીધી અને જાહેરમાં તેના પરિવાર સામેં આ ફેનીલે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી હતી.